શ્રીનગરઃ જમ્મુ કાશ્મરીના કઠુઆમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટર કઠુઆના રંજીત સાગર ડેમમાં પડ્યું છે. જોકે આ હેલિકોપ્ટર કોનું હતું, કેટલા લોકો તેમાં સવાર હતા, ક્યાં જઈ રહ્યા હતા, તેને લઈને હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. તમામ અધિકારી ઘટનાસ્થળે જવા રવાના થયા છે.


પોલીસને હાલમાં એટલી જાણકારી મળી છે કે આ હેલિકોપ્ટર કઠુઆના રણજીત સાગર ડેમ પર ઉડી રહ્યું હતું અને તે ક્રેશ થઈ ગયું.


જાણકારી અનુસાર, 3 ઓગસ્ટે સવારે લગભગ 10.20 વાગે ભારતીય સેનાનુ હેલિકોપ્ટર 254 આર્મી AVN સ્કવાડ્રને મામુન કેન્ટથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટર ડેમ વિસ્તાર નજીક ઓછી ઉંચાઈનો રાઉન્ડ લઈ રહ્યા હતા, જે બાદ તે ડેમમાં ક્રેશ થઈ ગયુ. 


 






પટાનકોટના એસપી સુરેન્દ્ર લાંબે કહ્યું કે, રણજીત સાગર ડેમમાં સેનાનું એક હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છ. લાંબાએ કહ્યું કે, “અમને સેનાના એક હેલીકોપ્ટર ડેમમાં દુર્ઘટનાગ્રસ્ત થયાની જાણકારી મળી છે. અમે અમારા બચાવ દળને ઘટનાસ્થલે મોકલ્યા છે.” તેમણે આગળ કહ્યું કે, હાલમાં કોઈ જાનહાનીના સમાચાર નથી.


ઘટના બાદ એનડીઆરએફની ટીમની તૈનાતી કરી દેવાઈ છે અને રેસ્ક્યુ મિશન જારી છે.  ડાઈવર્સ તરફથી હવે સરોવરમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. હેલિકોપ્ટરમાં કેટલા લોકો હતા. સમગ્ર રીતે શુ નુકસાન થયુ છે. હજુ આની જાણકારી નથી.


આ વર્ષે મે મહિનામાં ભારતીય વાયુ સેના (Indian Air Force) નું  MIG-21 વિમાન ક્રેશ થયું હતું, જેમાં પાયલટનું મોત થયું હતું. દુર્ઘટના મોગા શહેરથી આશરે 28 કિલોમીટર દૂર બાધાપુરાનાથી મુદકી રોડ સ્થિત ગામ લંગેયાના નવાંની નજીક થઈ હતી અને ત્યારબાદ ચારેબાજી આગ ફેલાય હતી. દુર્ઘટના પહેલા વિમાનના પાયલટે પેરાશૂટથી કૂદી પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ છલાંગ લગાવતા સમયે વિમાનના કોઈ ભારે ઉપકરણ સાથે ટકરાતા પાયલટનું મોત થયું હતું.