Ahmedabad Demolition: અમદાવાદમાં આજે વહેલી સવારથી ચંડોળા તળાવ પર ગેરકાયદે બાંધકામ તોડવા માટે  ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બુલડોઝર ઓપરેશન રોકવા માટે 18 અરજદારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી જો કે   હાઈકોર્ટે અરજદારની અરજીને ફગાવતા  ડિમોલીશનની કાર્યવાહીને લીલીઝંડી આપી છે. કોર્ટે કામગીરીની  સ્ટે પરની  અરજીને   ફગાવી છે. તેથી હવે એએમસીનું મિશન કિલન યથાવત રહેશે. ઉલ્લેખનિય છે કે,  છેલ્લા 14 વર્ષથી અમદાવાદના ચંડોળા તળાવ પર ઘુસણખોર બાંગ્લાદેશીની બહુ મોટી ગેરકાયદે વસાહત છે. જેને આજે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના વિરોધમાં 18 અરજદારે અરજી કરી હતી જેને કોર્ટે ફગાવીને ડિમોલિશનની પ્રકિયાને લીલી ઝંડી આપી છે. 

ઈતિહાસમાં સૌથી મોટા ડિમોલિશનની કામગીરી યથાવત છે. અમદાવાદના ચંડોળા તળાવની ફરતે AMCની 50 ટીમોનું મેગા ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી રહી છે. JCB સહિતના સાધનોની મદદથી ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. કુખ્યાત લાલા બિહારીની ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી હતી. લાલા બિહારી ઘૂસણખોર બાંગ્લાદેશીઓનો આકા છે.  બિહારી ઉપરાંત તેના પુત્ર ફતેહની પણ ધરપકડ કરી હતી.

ચંડોળા તળાવમાં લાલા બિહારીએ ગેરકાયદે ફાર્મ હાઉસનું નિર્માણ કર્યું હતું. લાલા બિહારીના કાળી કમાણીના ચિઠ્ઠા એબીપી અસ્મિતા પાસે છે. લાલા બિહારી વાહન પાર્કિંગના નાણાં ઉઘરાવતો હતો. મકાનના ભાડા ઉઘરાવતા હોવાનો પણ ખુલાસો થયો છે. લાલા બિહારી વ્યાજે નાણાં ધીરતો હોવાના પણ પુરાવા મળી આવ્યા છે. મહેબૂબ પઠાણ CAAના વિરોધ પ્રદર્શન સમયે પોલીસ પર હુમલાનો આરોપી છે.

ગેરકાયદે બાંગ્લાદેશીઓના બોગસ દસ્તાવેજો તૈયાર થતા હતા

લાલા બિહારી ફાર્મ હાઉસમાં ગોરખધંધો ચલાવતો હતો. તે ફાર્મ હાઉસમાં મહિલાઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવતો હતો. ફાર્મ હાઉસમાં લાલા બિહારી ગેરકાયદે લોકોને આશરો આપતો હતો. ફાર્મ હાઉસમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓના બોગસ દસ્તાવેજો તૈયાર થતા હતા.