Republic Day 2026: પ્રજાસત્તાક દિવસ માટે રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે, દિલ્હી પોલીસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ ખાસ ચશ્મા તૈનાત કર્યા છે. પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન, ઘણા પોલીસકર્મીઓ આ ચશ્મા પહેરીને પરેડ સ્થળ અને આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરતા જોવા મળશે.

આ ચશ્મા સામાન્ય લાગે છે,  પરંતુ તેમની વિશેષતાઓ તેમને અસાધારણ બનાવે છે. તેમાં એક નાનો કેમેરા છે જે તેમની પાસે આવતા લોકોની છબીઓ કેપ્ચર કરે છે. આશરે 65,000 ગુનેગારોનો ડેટા તેમાં પહેલાથી જ ફીડ કરવામાં આવ્યો છે. આ ચશ્મા એક એપ દ્વારા પોલીસ અધિકારીના મોબાઇલ ફોન સાથે કનેક્ટ થાય છે, જે વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડે છે.

દિલ્લી પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા જો કોઈ વોન્ટેડ ગુનેગાર નજરે પડે છે, તો કેમેરા ફેસ રેકગ્નિશન સિસ્ટમ (FRS) દ્વારા તેને ઓળખી કાઢે છે. ઓળખ થયા પછી, ચશ્મા પોલીસ અધિકારીને ચેતવણી આપે છે, જેનાથી તાત્કાલિક કાર્યવાહી થાય છે.

આ ચશ્માની બીજી એક મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે, જો કોઈ ગુનેગાર પોતાનો વેશપલટો કરે છે અથવા પરેડ દરમિયાન હાજર હોય, તો પણ આ ચશ્મા  આર્ટિફિશિયલ અન્ટીલિજિન્સનો ઉપયોગ કરીને તેનો સાચો ચહેરો ઓળખી શકે છે અને પોલીસને ચેતવણી આપી શકે છે.                                                                                                                                 

ખાસ પ્રકારના ચશ્માથી પોલીસ કરશે સુરક્ષાત્રીજું અને સૌથી મહત્વપૂર્ણ લક્ષણ થર્મલ સ્કેનીંગ છે. આ ચશ્માનો ઉપયોગ કરીને, પોલીસ અધિકારીઓ પરેડમાં ભાગ લેનારાઓનું થર્મલ સ્કેનીંગ કરી શકશે. જો કોઈ પ્રતિબંધિત વસ્તુ લઈને આ ચશ્મા પહેરેલા પોલીસ અધિકારી પાસે પહોંચે છે, તો તેને તાત્કાલિક પકડી શકાય છે. દિલ્હી પોલીસ દ્વારા આ ટેકનોલોજીને પ્રજાસત્તાક દિવસની સુરક્ષામાં એક નવું પગલું માનવામાં આવી રહ્યું છે.