HP cabinet expansion: હિમાચલ પ્રદેશમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યુ છે.રાજભવન ખાતે મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહ થયા છે. મુખ્ય સચિવ પ્રબોધ સક્સેનાએ કાર્યક્રમમાં શપથ લેવડાવ્યા. ધનીરામ શાંડિલે સૌપ્રથમ શપથ લીધા હતા. આ પછી બીજા સ્થાને ચંદ્ર કુમારે શપથ લીધા. સાત ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા. ત્રીજા સ્થાને હર્ષવર્ધન ચૌહાણે, ચોથા સ્થાને જગત સિંહ નેગીએ શપથ લીધા. રોહિત ઠાકુરે પાંચમા સ્થાને મંત્રી તરીકે શપથ લીધા. પ્રથમ યાદીમાં જ શિમલાને ત્રણ મંત્રીઓ મળ્યા છે. મંત્રીઓની ત્રણ જગ્યાઓ ખાલી રહેશે.


સુક્ખૂ કેબિનેટનું એક મહિના પછી વિસ્તરણ થયું


હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી જીતી હતી. ચૂંટણી પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવ્યા બાદ સુખવિંદર સિંહ સુક્ખૂને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમની સાથે ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રી બનાવવામાં આવ્યા હતા. બરાબર એક મહિના બાદ સુખવિંદર સિંહ સુક્ખૂના મંત્રીમંડળનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે સાત ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. હિમાચલ પ્રદેશમાં તેણે વિધાનસભાની કુલ 68 બેઠકોમાંથી 40 બેઠકો જીતી હતી. આ વખતે ભાજપ માત્ર 25 સીટો જીતી શકી છે. આમ આદમી પાર્ટી એક પણ સીટ જીતી શકી નથી.










શિમલાને મળ્યા ત્રણ મંત્રીઓ 


કેબિનેટ વિસ્તરણ પહેલા સીએમ સુક્ખૂએ રવિવારે છ ધારાસભ્યોને મુખ્ય સંસદીય સચિવના પદના શપથ લેવડાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ ધારાસભ્યો મંત્રી પદના દાવેદાર હતા. આ લોકોને મંત્રી બનાવવાને બદલે મુખ્ય સંસદીય સચિવના પદ પર મૂકવામાં કરવામાં આવ્યા છે. જે ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવવામાં આવ્યા છે તેમાં રામકુમાર ચૌધરી, મોહન લાલ બ્રક્ત, રામકુમાર, આશિષ બુટૈલ, કિશોરીલાલ, સંજય અવસ્થીનો સમાવેશ થાય છે. હિમાચલ પ્રદેશમાં પ્રથમ મુખ્ય સંસદીય સચિવ બનાવવાની પહેલ વીરભદ્ર સરકારમાં શરૂ થઈ હતી.