Tourist in Himachal Pradesh: બે વર્ષથી કોરોના વાયરસથી પ્રભાવિત હિમાચલ પ્રદેશના પર્યટન સીઝનમાં આ વખતે અગાઉના ઘણા રેકોર્ડ તૂટ્યા હતા. એવી પણ અપેક્ષા છે કે હિમાચલમાં પ્રવાસીઓની ભીડને જોતા આ વખતે આંકડો 2 કરોડની આસપાસ રહેશે. આ વખતે ગરમીમાં વધારો થતા 15 દિવસ પહેલા પ્રવાસન સીઝન શરૂ થઈ ગઈ હતી. જેના કારણે મેદાની વિસ્તારોના પ્રવાસીઓ પહાડો તરફ વળ્યા છે. 


31 મે સુધી 66 લાખ 79 હજાર 145 પ્રવાસીઓ હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે. એવો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે જૂન મહિનામાં પ્રવાસીઓનો આ આંકડો ઘણો વધારે હશે. જોકે વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. જેમાંથી વિદેશી પ્રવાસીઓની સંખ્યા માત્ર 4303 છે. જ્યારે 2020માં 32 લાખ અને 2021માં સમગ્ર વર્ષ દરમિયાન માત્ર 55 લાખ પ્રવાસીઓએ હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. 


 2019ની સરખામણીમાં આ વખતે મે મહિનામાં વધુ પ્રવાસીઓ આવ્યા 


હિમાચલ ટૂરિઝમ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અમિત કશ્યપે કહ્યું કે કોવિડ પહેલા 2019માં એક વર્ષમાં 1 કરોડ 72 લાખ 12 હજાર 107 પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં એપ્રિલ મહિનામાં 17 લાખ 81 હજાર 885 પ્રવાસીઓ હિમાચલ આવ્યા હતા જ્યારે મે મહિનામાં 17 લાખ 27 હજાર 329 પ્રવાસીઓ હિમાચલ પહોંચ્યા હતા. તેની સરખામણીએ ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં 17 લાખ 47 હજાર 727 પ્રવાસીઓ હિમાચલ ગયા હતા જ્યારે મે મહિનામાં 19 લાખ 67 હજાર 984 પ્રવાસીઓ હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા. એટલે કે 2019ની સરખામણીએ 2022માં મે મહિનામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.


 વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો 


પરંતુ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. મે 2019માં 41 હજાર 276 વિદેશી પર્યટકો હિમાચલ આવ્યા હતા, જે 2022માં ઘટીને માત્ર 2020 થયા છે. કારણ કે કોરોનાને કારણે વિદેશી પર્યટન ક્ષેત્ર હજુ ઉભરી શક્યું નથી. તેમણે કહ્યું કે પ્રવાસીઓની આવકમાં વધારો થવાને કારણે હિમાચલના પ્રવાસન વિભાગની પણ ઘણી કમાણી થઈ રહી છે અને કોર્પોરેશન કોરોનાના નુકસાનમાંથી બહાર આવી રહ્યું છે.