એર ઇન્ડિયાની મહિલા પાયલોટે રચ્યો ઈતિહાસ. આ મહિલા પાયલોટ અમેરિકાના સેન ફ્રેંસિસ્કોથી 16 હજાર કિલોમીટરનું અંતર કાપીને બેંગલુરુમાં બોઈંગ 777 વિમાનનું સફળતાપૂર્વક લેંડિંગ કરાવ્યું. જો કે, આ મુસાફરીની ખાસ વાત એ છે કે, વિશ્વમાં પ્રથમ વખત કોઈ મહિલા પાયલટની ટીમે ઉત્તર ધ્રુવથી પસાર થઈને આટલું લાંબા અંતરની ફ્લાઈટ ઉડાવી હોય.


આ વિમાન આજે સવારે 4 વાગ્યે બેંગલુરુમાં ઉતર્યું હતું. આ મહિલા પાયલટની ટીમનું નેતૃત્વ કેપ્ટન ઝોયા અગ્રવાલ કરી રહી હતી. તેમની સાથે કેપ્ટન પાપાગીરી થાનમઈ, કેપ્ટન આકાંક્ષા અને કેપ્ટન શિવાની પણ વિમાનને ઉડાવી રહી હતી. એર ઈંડિયાએ આ ક્ષણને ગૌરવનું ક્ષણ ગણાવ્યું હતું. ઉડ્ડયન મંત્રી હરદીપ પૂરીએ પણ આ દિકરીઓની પ્રશંસા કરી હતી.


એર ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે ઉત્તર ધ્રુવમાં ઉડાન ખૂબ જ પડકારજનક છે અને એરલાઇન કંપનીઓ આ માર્ગ પર તેમના શ્રેષ્ઠ અને સૌથી અનુભવી પાઇલટ્સને મોકલે છે. તેમણે કહ્યું કે, આ વખતે એર ઈન્ડિયાએ સાન ફ્રાન્સિસ્કોથી બેંગ્લોર સુધીના ધ્રુવીય માર્ગ પર મુસાફરી કરવા માટે એક મહિલા કેપ્ટનને જવાબદારી સોંપી છે.


માહિતી માટે જણાવી દઈએ કે આ ફ્લાઇટ રવિવારે સવારે 8.30 કલાકે સાન ફ્રાન્સિસ્કોથી ભારત જવા રવાના થઈ હતી. આજે આજે સવારે 4 કલાકે વાગ્યે બેંગ્લોરના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું છે.