લદ્દાખ બાદ આજે ગૃહમંત્રી રાજનાથ સિંહ જશે કારગીલ, કશ્મીર સ્થિતિ અંગે કરશે વિમર્શ
abpasmita.in
Updated at:
04 Oct 2016 10:11 AM (IST)
NEXT
PREV
શ્રીનગર: કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ જમ્મૂ-કશ્મીરની મુલાકાતે છે. આજે તેઓ કારગીલ જશે. તેઓ રાજકીય પક્ષો તેમજ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ અને લોકો સાથે વાતચીત કરશે..જેમાં કશ્મીર ઘાટીમાં વર્તમાન અશાંતિને લઈ વિચાર વિમર્શ કરશે. આ પહેલા તેમણે ગઈકાલે લદ્દાખની મુલાકાત લીધી જ્યાં તેમણે બારામૂલા હુમલાની નિંદા કરી અને જણાવ્યુ કે પાકિસ્તાન તેની અવળ ચંડાઇ છોડવા માટે તૈયાર નથી. આઠ જુલાઈએ હિઝબુલ મુજાહિદ્દીન આતંકી બુરહાન વાનીના એનકાઉન્ટર બાદ કશ્મીરમાં થયેલી હિંસા પછી રાજનાથસિંહનો આ ચોથો જમ્મૂ-કશ્મીરનો પ્રવાસ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -