કોરોના વાયરસની બીજી લહેરે દેશ અને દુનિયાની ચિંતા વધારી છે. વાયરસનું મ્યૂટન્ટ મેડિકલ સાયન્સ માટે પણ હાલ પડકારરૂપ બની રહ્યું છે. જો કે આ સ્થિતિમાં કોરોના વાયરસને અવનવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી છે. જો કે તેમાંથી કેટલીક જોખમભરી અને અફવા પણ હોઇ શકે છે. કોરોના વાયરસને લઇને વધુ એક સત્ય હાલ સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે. કે આપ ઘધરે બેઠા એકલા જ કોરોના વાયરસનું ટેસ્ટિંગ કરી શકો છો અને જાણી શકો છો કે, આપ કોરોના પોઝિટિવ છો કે નહી શું  છે દાવો અને તેમાં કેટલું સત્ય છે. જાણીએ...


કોરોના સેલ્ફ ટેસ્ટ મુદ્દે શું છે દાવો?


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે. જો આપ 10 સેકેન્ડ સુધી શ્વાસ આરામથી રોકી શકો છો તો સમજી લો કે આપ કોરોના પોઝિટિવ નથી.  આ સ્થિતિમાં સવાલ થાય કે શું આ સત્ય છે?  શું કોરોનાનું ટેસ્ટિંગ આ રીતે 10 સેકેન્ડ શ્વાસ રોકીને સરળતાથી કરી શકાય છે? શું આપ કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ તે માત્ર દસ સેકેન્ડમાં ઘરે બેઠાં-બેઠાં જાણી શકાય છે. આ મુદે શું છે સત્ય જાણીએ


દાવામાં કેટલું સત્ય?


ભારત સરકારની પ્રેસ ઇન્ફરમેશન બ્યુરોએ આ ફેક્ટને ચેક કરતા આ દાવાનો પોકળ ગણાવ્યો છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ દાવાની પોકળતા છતી કરતા જણાવ્યું છે કે, એવા અનેક કોરોના પેશન્ટ જોવા મળ્યાં જેઓ કોવિડ પોઝિટિવ હોવા છતાં પણ 10 સેકેન્ડ સુધી આરામથી શ્વાસ રોકી શકતા હતા.માત્ર યંગ પેશન્ટ નહીં પરંતુ મોટી વયના કોવિડ પોઝિટિવ દર્દીઓ પણ દસ સેકેન્ડ સુધી આરામથી શ્વાસ રોકી શકતા જોવા મળ્યાં... તો કોવિડ પોઝિટિવ છો કે નહીં તે ઘરે બેઠા જાતે દસ સેકેન્ડમાં જાણી શકાય છે. તે દાવો અહીં ખોટો પૂરવાર થાય છે.



કોરોના વાયરસને મુદ્દે અફવા ન ફેલાવવા અનુરોઘ


ભારત સરકારની પ્રેસ ઇન્ફરમેશન બ્યુરોએ આ દાવાને પોકળ સાબિત કરતા અનરોધ કર્યો કે, આવી ખોટી માહિતી મહામારીના સમયમાં સોશિયલ મીડિયા પર ન ફેલાવવી. આવી માહિતી કોઇના જીવ માટે જોખમી બની શકે છે.  નિષ્ણાંત તબીબોના મત મુજબ કેટલાક લોકો આવી ખોટી માહિતીથી દોરવાઇ જાય છે અને કોરોના તમામ લક્ષણો હોવા છતાં   રીતે ઘરે બેઠા દસ સેકેન્ડનો પ્રયોગ કરીને જાતને નેગેટિવ માની લે છે અને લક્ષણો હોવા છતાં આવા ભ્રમમાં રહેતા હોવાથી આવા પેશન્ટ માટે કોરોના ઘાતક બને છે.