Amit Shah On US Tariff:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે (9 એપ્રિલ, 2025) કહ્યું કે બહારના દબાણોથી ભારતીય નાગરિકો ગભરાશે નહીં. વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં આપણી સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત બની છે. દિલ્હીમાં 'રાઇઝિંગ ભારત શિખર સંમેલનમાં'માં બોલતા અમિત શાહે કહ્યું કે ભારતનું અર્થતંત્ર આવા દબાણનો સામનો કરવા સક્ષમ છે.

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, "તેની અસર નક્કી કરવી હજુ ખૂબ જ વહેલું ગણાશે. ભારત એકમાત્ર એવો દેશ નથી જે ટેરિફનો સામનો કરી રહ્યો છે. ઘણા દેશો ટેરિફનો સામનો કરી રહ્યા છે. બની શકે છે કે આપણા માલસામાનને અન્ય દેશોમાં પણ નિકાસ કરવામાં આવી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે અમેરિકન ટેરિફ એક જટિલ મુદ્દો છે. ઉતાવળમાં તેની અસરનો નિર્ણય કરવો તે સમજદારી નથી. શાહે કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સ્થિતિસ્થાપક છે અને આશ્વાસન આપ્યુ હતું કે આવા બાહ્ય દબાણો ભારતીય નાગરિકોમાં ગભરાટ પેદા કરશે નહીં.

ભારત અમેરિકા સાથે વાત કરશે - પિયુષ ગોયલ

અગાઉ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે ભારત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પારસ્પરિક ટેરિફમાંથી છૂટ મેળવવા માટે અમેરિકા સાથે વાત કરશે. ભારત આ વર્ષના અંત સુધીમાં અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર હસ્તાક્ષર કરવા સંમત થયું છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું - અમે ટૂંક સમયમાં ટ્રમ્પ પ્રશાસન સાથે વાત કરીશું

વિદેશ મંત્રી એસ. જયશંકરના મતે, નવી દિલ્હી એક બિઝનેસ ડીલ કરવાની યોજના ધરાવે છે કારણ કે યુએસ પારસ્પરિક ટેરિફની અસરથી હજુ પણ અજાણ છે. "અમે નક્કી કર્યું છે કે અમે (ડોનાલ્ડ) ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે આ મુદ્દાઓ પર ખૂબ જ ટૂંક સમયમાં ચર્ચા કરીશું. અમે તેમની સાથે ખૂબ જ ખુલ્લા અને રચનાત્મક હતા, જેમ તેઓ અમારી સાથે હતા. અમે જે સંમત થયા તે એ હતું કે અમે આ વર્ષના અંત સુધીમાં દ્વિપક્ષીય વેપાર સોદા માટે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરીશું," તેમણે દિવસની શરૂઆતમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.

ફેબ્રુઆરીમાં વોશિંગ્ટન ડીસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ બંને દેશોએ જાહેરાત કરી હતી કે તેઓ 2025ના અંત સુધીમાં BTA ના પ્રથમ તબક્કા માટે વાટાઘાટો કરશે.