નવી દિલ્હીઃ અમેરિકા બાદ ભારત બીજો એવો દેશ છે જ્યાં રસીકરણનો આંકડો વીસ કરોડને પાર કરી ગયો છે. પરંતુ આ તસવીરની માત્ર એક બાજુ છે, જો જનસંખ્યા પ્રમાણે વાત કરીએ તો આંકડા જણાવે છે કે આપણે ઘણાં દેશોથી પાછળ છીએ. જનસંખ્યા પ્રમાણે સૌથી વધારે રસીકરણ ઇઝરાયલમાં થયું છે. જ્યાં અત્યાર સુધીમાં 62.9 ટકા લોકોને રસી આપવામાં આવ્યા છે. 49 ટકા રસીકરણની સાથે અમેરિકા ચોથા નંબર પર છે. જ્યારે ભારતમાં હાલમાં માત્ર 11 ટકા રસીકરણ થયું છે.
25 મેં સુધી રસીકરણ
- અમેરિકા - 28.8 કરોડ
- ભારત - 20 કરોડ
- બ્રાઝીલ - 6 કરોડ 30 લાખ
- બ્રિટેન - 6 કરોડ 20 લાખ
- જર્મની - 4 કરોડ 50 લાખ
જનસંખ્યા પ્રમાણે રસીકરણ
- ઇઝરાયલ - 62.9%
- બ્રિટેન - 56.3
- ચિલી - 51%
- અમેરિકા - 49%
- ભારત - 11%
ભારતમાં અત્યાર સુધીમાં 15.9 કરોડ લોકોને રસી અપાઈ
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 20.26 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 15.9 કરોડ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 4.36 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર, બિહાર, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રેદશે 18-44 ઉંમરના લોકોને 10 લાખથી વધારે લાભાર્થીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપ્યો છે. રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો એક મેથી શરૂ થયા બાદથી 18-44 ઉંમરના 37 રાજ્યો અને કેન્દ્ર શાસ્તિ પ્રદેશોમાં કુલ મળીને 1 કરોડ 38 લાખ 62 હજાર 428 લોકોને રસી આપી છે.
રસીકરણ અભિયાનના 131માં દિવસે બુધવારે રસીના 18 લાખ 85 805 ડોઝ આપવામાં આવ્યા. તેમાંથી 17 લાખ 33 હજાર 643 લાભાર્થીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો અને 1 લાખ 52 હજાર 162 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો.
ભારતમાં સતત બીજા દિવસે પોઝિટિવિટી રેટ 10 ટકાની નીચે રહ્યો છે. બીજી તરફ એક્ટિવ કેસો પણ ઘટીને 24.95 લાખે પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ 91191નો ઘટાડો થયો હતો. સાથે જ 24 કલાકમાં જ આશરે ત્રણ લાખ જેટલા દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઇ ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોરોનાને હરાવવા અને લોકોની જિંદગી બચાવવા માટે રસી મહત્વપૂર્ણ છે. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે કોરોના મહામારીની અસર અર્થતંત્ર પર પણ થઇ શકે તેમ છે.