ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વિવિધ કારણોસર ઘણા રાશન કાર્ડ ધારકોના રાશનકાર્ડ બંધ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં જે લોકોને ખરેખર રાશન કાર્ડની જરૂર છે તે લોકો આનાથી ખૂબ પરેશાન થઈ રહ્યા છે. તેમના મનમાં એવો પણ પ્રશ્ન છે કે બંધ રાશનકાર્ડ ફરી કેવી રીતે ચાલુ કરવા. આજે અમે તમને જણાવીશું કે જો તમારું રાશન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું છે તો તમે તેને ફરીથી કેવી રીતે એક્ટિવેટ કરાવી શકો છો.
બંધ રાશન કાર્ડ કેવી રીતે સક્રિય કરવું
ખાદ્ય વિભાગના નવા નિર્દેશો અનુસાર, રાશનકાર્ડનો ઉપયોગ ન કરવા અથવા તેનો દુરુપયોગ કરવાની શંકાના આધારે વિભાગ તમારા રાશનકાર્ડને ઘણી વખત બંધ કરી દે છે, પરંતુ મોટાભાગના લોકોને તેની જાણ હોતી નથી અને જ્યારે રાશનકાર્ડ બંધ થઈ જાય છે, ત્યારે તેઓ પરેશાન રહે છે. તમારું રાશન કાર્ડ ફરીથી સક્રિય કરવા માટે તમારે પુરવઠા વિભાગને તમારા પરિવાર વિશે સંપૂર્ણ માહિતી આપવી પડશે. આ માટે તમારે ફૂડ સપ્લાય ડિપાર્ટમેન્ટમાં એક ફોર્મ ભરવાનું રહેશે, ત્યારપછી તમારું રાશન કાર્ડ ફરીથી એક્ટિવેટ કરવાની પ્રક્રિયા શરૂ થશે.
ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પણ ફરીથી સક્રિય કરી શકાય છે
રાશન કાર્ડને ફરીથી સક્રિય કરવા માટે ગ્રાહકે ખાદ્ય પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. ત્યાં તમારે તમારા લોગિન આઈડીથી લોગ ઈન કરવું પડશે અને ફોર્મ સબમિટ કરવું પડશે. આ દરમિયાન તમને તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, બેન્ક ખાતાની માહિતી, સરનામું અને મતદાર આઈડી કાર્ડની ફોટો કોપી પૂછવામાં આવશે.
આ સ્ટેપનો ફોલો કરો
-બંધ રાશન કાર્ડ સક્રિય કરવા માટે સૌ પ્રથમ અરજી આપો.
-અરજી સબમિટ કર્યા પછી તમને એક ફોર્મ પ્રાપ્ત થશે જે તમારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે.
-ફોર્મમાં કોઈપણ પ્રકારની ભૂલ સ્વીકારવામાં આવશે નહીં, તેથી બધી માહિતી સાચી અને સચોટ રીતે આપો.
-અરજીપત્રક ભર્યા પછી જ્યાં પણ સહી અથવા અંગૂઠાની છાપ પૂછવામાં આવે ત્યાં તેને લગાવો
-ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજોની નકલો જોડો.
ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ તેને રાશનની દુકાન અથવા સંબંધિત ખાદ્ય વિભાગની ઓફિસમાં જમા કરાવો જો અરજી ઓનલાઈન હશે તો જ તે ઓનલાઈન જ સબમિટ કરવામાં આવશે.
-તમારું ફોર્મ તપાસવા પર જો બધું યોગ્ય જણાય તો તમારું રાશનકાર્ડ ફરીથી સક્રિય થઈ જશે.