રેલવે ભરતી બોર્ડ (RRB) વિવિધ કેટેગરીમાં 1376 પેરા-મેડિકલ પોસ્ટ માટે ભરતી કરી રહ્યું છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 17મી ઓગસ્ટથી શરૂ થશે, જે 16મી સપ્ટેમ્બર સુધી ચાલશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો રેલ્વે ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. RRB દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ કુલ 20 જગ્યાઓ માટે 1,376 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં કુલ 713 જગ્યાઓ નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ માટે, 246 જગ્યાઓ ફાર્માસિસ્ટ માટે, 126 જગ્યાઓ હેલ્થ અને મેલેરિયા ઇન્સ્પેક્ટર ગ્રેડ III માટે, 94 જગ્યાઓ લેબ આસિસ્ટન્ટ ગ્રેડ II માટે અને 64 જગ્યાઓ રેડિયોગ્રાફર એક્સ-રે ટેકનિશિયન માટે અનામત છે. આ સિવાય અન્ય તમામ વિભાગોમાં પોસ્ટની સંખ્યા 50થી ઓછી છે.


અરજી ફી


અરજી કરવા માટે SC, ST, ભૂતપૂર્વ સૈનિકો, PWBD, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અથવા આર્થિક રીતે પછાત વર્ગ (EBC) ઉમેદવારો માટે અરજી ફી 250 રૂપિયા છે અને ઉમેદવારોની અન્ય શ્રેણીઓ માટે અરજી ફી 500 રૂપિયા છે.


કેવી રીતે અરજી કરવી?


-RRB ની સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in પર જાવ


-'RRB Paramedical Recruitment 2024'  સંબંધિત વિકલ્પ પર ક્લિપ કરો.


-હવે તમારી સામે ઓનલાઈન એપ્લિકેશનનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.


-મૂળભૂત અને શૈક્ષણિક લાયકાતની વિગતો યોગ્ય રીતે દાખલ કરો


-હવે ફોટોગ્રાફ અને સહી સહિતના દસ્તાવેજો અપલોડ કરો


-ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા UPI નો ઉપયોગ કરીને એપ્લિકેશન ફી ચૂકવો


-એકવાર ફોર્મ સબમિટ થઈ જાય તેની પ્રિન્ટ આઉટ લો અને તેને તમારી પાસે રાખો.


ઉંમર મર્યાદા


વિવિધ પેરામેડિકલ પોસ્ટ્સ માટે ઉમેદવારોની વય મર્યાદા અલગ-અલગ છે, કેટલીક પોસ્ટ્સ માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે અને કેટલીક પોસ્ટ્સ માટે તે 21 વર્ષ છે. આ સિવાય ટોચની વય મર્યાદા 33 થી 40 વર્ષ છે. વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચો.                                                                                                             


આ પણ વાંચોઃ AIIMS Recruitment 2024: એઇમ્સમાં બહાર પડી 100થી વધુ પદો પર ભરતી, આટલો મળશે પગાર