Independence Day 2026 PM Modi Plan :15 ઓગસ્ટના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને લઈને અનેક મોટી જાહેરાતો કરી. પોતાના સંબોધનમાં તેમણે યુવા શક્તિને વિકસિત ભારતની સૌથી મોટી તાકાત ગણાવી અને કહ્યું કે, આવનારો સમય નવી ટેક્નોલોજી અને AIનો છે. આને ધ્યાનમાં રાખીને સરકારે આગામી એક વર્ષમાં એક કરોડ યુવાનોને AI સ્કિલની તાલીમ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા શરૂ કરવાની વાત પણ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કે એક કરોડ યુવાનોને AI ટ્રેનિંગ કેવી રીતે મળશે અને PM મોદીની યોજના શું છે? 

Continues below advertisement

વડાપ્રધાને લાલ કિલ્લા પરથી કહ્યું કે આગામી એક વર્ષમાં દેશના એક કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. જોકે સરકારે હજુ સુધી આ ટ્રેનિંગની સંપૂર્ણ પ્રક્રિયા, પ્લેટફોર્મ, બેચ અથવા અરજી અંગેની સંપૂર્ણ માહિતી જાહેર કરી નથી. PMએ કહ્યું કે, તેનો હેતુ યુવાનોને ઝડપથી બદલાઈ રહેલી ટેક્નોલોજી સાથે આગળ વધારવાનો અને AIના ક્ષેત્રમાં ભારતના યુવાનોને વિશ્વનું નેતૃત્વ કરવા સક્ષમ બનાવવાનો છે. PMએ કહ્યું કે વિકસિત ભારતની યાત્રામાં યુવાનોની ભૂમિકા ખૂબ મોટી છે અને તેમને નવી ટેક્નોલોજી સાથે જોડવું જરૂરી છે. જોકે સરકારે હજુ સુધી આ ટ્રેનિંગની સંપૂર્ણ પ્રક્રિયા, પ્લેટફોર્મ, બેચ અથવા અરજી અંગેની વિસ્તૃત માહિતી જાહેર કરી નથી.

Continues below advertisement

યુવાનો માટે મફત ઓનલાઈન કોચિંગ

AI ટ્રેનિંગની સાથે PM મોદીએ કોચિંગને લઈને પણ મોટી વાત કહી. તેમણે કહ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોચિંગ ક્લાસનો ખર્ચ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર મોટો બોજ બની ગયો છે. ઘણા પરિવારોને લાગે છે કે બાળકોને કોચિંગ માટે નહીં મોકલવામાં આવે તો તેઓ પાછળ રહી જશે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વિવિધ પરીક્ષાઓ માટે મફત ઓનલાઈન કોચિંગ ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી છે.

નાની ઉંમરથી જ ટેક્નોલોજી પર ફોકસ

PM મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે યુવાનોને નાની ઉંમરથી જ ટેક્નોલોજી અને ઇનોવેશન સાથે જોડવા માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત દેશમાં 10 હજારથી વધુ અટલ ટિંકરિંગ લેબ બનાવવામાં આવી છે, જેથી બાળકોમાં ટેક્નોલોજી અને નવા આઈડિયા પ્રત્યે રસ વધે. તેમણે સ્ટાર્ટઅપ ઈન્ડિયાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારતમાં 2.5 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે.

શિક્ષણ ક્ષેત્રે વધ્યા અવસર

વડાપ્રધાને શિક્ષણ ક્ષેત્રે થયેલા ફેરફારોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 2004થી 2014 દરમિયાન દેશમાં 350થી ઓછી યુનિવર્સિટીઓ હતી, જ્યારે હવે આશરે 650 નવી યુનિવર્સિટીઓ બન્યા બાદ કુલ સંખ્યા લગભગ 1,000 સુધી પહોંચી ગઈ છે. તેવી જ રીતે, 2014 પહેલાં આશરે 400 મેડિકલ કોલેજ હતી, જે હવે લગભગ 850 થઈ ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં આવી રહી છે અને એવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે યુવાનો દેશમાં રહીને વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી મેળવી શકે છે.