જયપુરઃ રાજસ્થાનમાં કોગ્રેસે આજે મોંઘવારી વિરુદ્ધ મહારેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યા  હતા. રાહુલ ગાંધીએ એકવાર ફરી હિંદુ અને હિંદુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે બે શબ્દોનો અર્થ એક અર્થ હોઇ શકે નહીં. તમામ શબ્દનો અલગ અર્થ હોય છે. એક હિંદુ, બીજો હિંદુત્વવાદી. હું હિંદુ છું પરંતુ હિંદુત્વવાદી નથી. મહાત્મા ગાંધી-હિંદુ, ગોડસે-હિંદુવાદી.


રાહુલ ગાંધીએ કહ્યું કે- 2 જીવોની એક આત્મા હોઇ શકે નહીં. તેવી જ રીતે બે શબ્દોનો એક અર્થ હોઇ શકે નહીં. તમામ શબ્દનો અલગ અર્થ હોય છે. દેશની રાજનીતિમાં આજે બે શબ્દોનું અંતર છે, આ બે શબ્દોનો અર્થ અલગ છે. એક શબ્દ હિંદુ અને બીજો શબ્દ હિંદુત્વવાદી, આ એક શબ્દ નથી, આ બંન્ને અલગ છે. હું હિંદુ છું પરંતુ હિંદુત્વવાદી નથી.


તેમણે કહ્યું કે- હિંદુ અને હિંદુત્વવાદી વચ્ચે ફરક સમજું છું. મહાત્મા ગાંધી હિંદુ અને ગોડસે હિંદુત્વવાદી. કાંઇ પણ થઇ જાય હિંદુ સત્યને શોધે છે, મરી જાય, કપાઇ જાય, હિંદુ સત્યને શોધે છે. તેની આખી જિંદગી સત્યને શોધવામાં જતી રહી છે. મહાત્મા ગાંધીએ આખી જિંદગી સત્યને શોધવામાં કાઢી, અંતમાં  હિંદુત્વવાદીએ તેમની છાતીમાં ત્રણ ગોળી મારી દીધી.



રાહુલે કહ્યું કે હિંદુત્વવાદી સત્તા માટે  કાંઇ પણ કરી દેશે, સળગાવી દેશે, કાપી નાખશે, મારશે, તેનો રસ્ત સત્યાગ્રહ નથી, સત્તાગ્રહ છે. હિંદુ ઉભો રહીને પોતાની ડરનો સામનો કરે છે, પોતાના ડરને શિવજીની જેમ પી લે છે.







રાહુલ ગાંધીએ કહ્યું કે, ડરથી હિંદુત્વવાદીના દિલમાં નફરત પેદા થાય છે, તમે બધા હિંદુ છો, હિંદુત્વવાદી નથી. આ લોકોને કોઇ પણ રીતે સત્તા જોઇએ છે. 2014થી હિંદુ નહી હિંદુત્વવાદીનું રાજ છે. આ લોકોને બહાર કાઢીને હિંદુનું રાજ લાવવાનું છે. ગીતામાં લખ્યું છે  સત્યની લડાઇ લડો, આ ખોટા હિંદુઓ હિંદુત્વવાદીનો ઢિંઢોરો પીટે છે