કોરોનાને કારણે હવે સીઆઈએસસીઈ (CISCE) બોર્ડે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા કેન્સલ કરી દીધી છે. આ પહેલા બોર્ડે નોટિફિકેશન બહાર પાડીને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક રાખી હતી.
આ પહેલા સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે CISCE એ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો. પરીક્ષાની નવી તારીખ અંગેનો અંતિમ નિર્ણય જૂન 2021 ના પ્રથમ અઠવાડિયા સુધીમાં લેવામાં આવશે.
મહત્વનું છે કે આ બાબતની જાણકારી CISCE ના મુખ્ય કાર્યકારી અને સચિવ જી એરાથૂને આ બાબતની જાણકારી આપી હતી.
કોરોના વાયરસ મહામારીના ખતરાને જોતાં કાઉન્સિલ ફોર ધી ઇંડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ એટલે કે ICSEની ધોરણ 10 અને ISCની ધોરણ 12ની પરીક્ષાઓને સ્થગિત કરી દેવામાં આવી છે, મહત્વનું છે કે જાણકારી પ્રમાણે પરીક્ષાઓની નવી તારીખોને લઈને જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં નિર્ણય લઈ લેવામાં આવશે.
જણાવવામાં આવ્યું છે કે ધોરણ 12ની પરીક્ષા (ઓફલાઇન) પછીની તારીખોમાં આયોજિત કરવામાં આવશે, અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વૈકલ્પિક છે, જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપવા માંગતા, તેમના પરિણામ માટે CISCE એક મેઝરમેન્ટ તૈયાર કરશે.