Ideas of India Summit 2025: આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સમિટની ચોથી આવૃત્તિ આજે (21 ફેબ્રુઆરી) શરૂ થઈ ગઈ છે. એબીપી નેટવર્ક તેનું આયોજન કરી રહ્યું છે. આ સમિટ બે દિવસ ચાલશે. આ સમિટમાં, દેશની નોંધપાત્ર પ્રગતિ અને ભવિષ્ય માટે વિશાળ શક્યતાઓ પર ચર્ચા કરવામાં આવશે. 


આ વર્ષની થીમ 'Humanity’s Next Frontier' છે. તે વિજ્ઞાન,એઆઈ, આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસમાં વૈશ્વિક વલણો પર દેશના પ્રભાવની ચર્ચા કરશે. ભારતના વધતા પ્રભાવ અને ભવિષ્યમાં રહેલી તકો અંગે ચર્ચા કરવા માટે ઉદ્યોગપતિઓ, નેતાઓ અને બૌદ્ધિકો ભેગા થશે. આ દરમિયાન ગૂગલ ડીપમાઇન્ડના સિનિયર ડિરેક્ટર મનીષ ગુપ્તાએ એઆઈ વિશે વાત કરી.


મનીષ ગુપ્તાએ જણાવ્યું કે AI ભારતને કેવી રીતે બદલી શકે છે
ગૂગલ ડીપમાઇન્ડના સિનિયર ડિરેક્ટર મનીષ ગુપ્તા સમજાવે છે કે કેવી રીતે ગૂગલના ઉત્પાદનો જેમિની 2.0 અને આલ્ફાફોલ્ડ લોકોના રોજિંદા જીવનમાં ક્રાંતિ લાવી શકે છે. આ દરમિયાન મનીષ ગુપ્તાએ જણાવ્યું કે સંગીતકારો અને ચિત્રકારો જેવા કલાકારો પણ વધુ સારી કૃતિઓ બનાવવા માટે AIનો લાભ લઈ રહ્યા છે. તેમણે એ પણ સમજાવ્યું કે કેવી રીતે AI નો ઉપયોગ ભારતમાં કરોડો લોકોને મદદ કરવા અને ભારતને બદલવા માટે કરી શકાય છે.


'માનવ જે કંઈ કરે છે તે બધું AI કરી શકે છે'
ગૂગલ ડીપમાઇન્ડના સિનિયર ડિરેક્ટર મનીષ ગુપ્તાએ સમજાવ્યું કે છેલ્લા દાયકામાં AI કેવી રીતે વિકસિત થયું છે. તેમણે AI અને નોન-AI વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો. આ સત્રનું સંચાલન લેખક અને કટારલેખક ચેતન ભગત દ્વારા કરવામાં આવ્યું હતું. AI એ બધું કરી શકે છે જે માણસો કરી શકે છે. તેને કાર્ય કરવા માટે ફક્ત એક પ્રક્રિયાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે AI ને લાગણીઓમાં નિષ્ણાત બનવામાં ઘણો સમય લાગશે.


પીકો ઐયર અને શશિ થરૂરે AI પર શું કહ્યું?
પીકો ઐયર અને શશી થરૂર માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશ્વમાં ક્રાંતિ લાવી રહ્યું છે પરંતુ માનવ લાગણીઓ, પ્રેમ અને માનવ આત્માને બદલવું અશક્ય છે.


'નેતૃત્વ, સહયોગ અને કોમન સેન્સની જરૂર'


એઆઈના ઉપયોગને લઇને  ચીફ એડિટર અતિદેબ સરકારે કહ્યું હતું કે "એઆઈનું જાહેર હિતમાં નિયમન કરવું જોઈએ. નાગરિકોએ ખોટી માહિતીના સ્ત્રોતોને ઓળખવા માટે ડેટા માઇનિંગ ટૂલ્સનો ઉપયોગ કરવો જોઈએ. અવકાશ માટે આધારભૂત નિયમોને પૃથ્વી અને તેનાથી ઉપર લાગુ કરવું જોઇએ. જેમ જેમ દેશોની ઉંમર વધે છે, લોકોએ પોતાની વર્કિંગ લાઇફને વધારવાની આવશ્યકતા છે. જ્યારે ઓફિસોને વધુ લવચીક બનવાની જરૂર છે. આપણે નેતૃત્વ, સહયોગ અને થોડી સામાન્ય બૃદ્ધિની જરૂર છે. માનવતા અને માનવીય ભાવનાને નવીકરણ કરવાની જરૂરિયાત છે. એ આપણને આગામી પડાવ સુધી લઇ જશે.