Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે પોતાનો મત આપ્યા બાદ નવી દિલ્હી સીટ પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર પ્રવેશ વર્માએ મોટું નિવેદન આપ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, જો તમે ચૂંટણી જીતશો તો તમે દિલ્હીના સીએમ બની જશો. તેણે કહ્યું કે હું આનો જવાબ આપી શકતો નથી.
બીજેપી ઉમેદવાર પ્રવેશ વર્માએ વધુમાં કહ્યું, "હું તમામ મતદાતાઓને અપીલ કરું છું, જેમાં પ્રથમ વખત મતદાન કરનારા, મહિલા મતદાતાઓ અને વૃદ્ધો પણ મોટી સંખ્યામાં ઘરની બહાર આવીને મતદાન કરે. આ કારણ છે કે 8 ફેબ્રુઆરીએ AAPના નેતાઓ અને કાર્યકર્તાઓ EVM પર સવાલ ઉઠાવશે. કારણ કે તે દિવસે ભાજપની સરકાર બનવા જઈ રહી છે."
8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં કમળ ખીલશે
બીજેપી ઉમેદવાર પ્રવેશ વર્માના જણાવ્યા અનુસાર, "દરેક જણ બીજેપીની સરકાર બનાવવા માટે મતદાન કરી રહ્યા છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ કમળ ખીલશે. અરવિંદ કેજરીવાલ તેમની ડિપોઝીટ ગુમાવશે." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો ભાજપ જીતશે તો શું તેઓ દિલ્હીના સીએમ બનશે? તેણે જવાબ આપ્યો, "તમે એવો પ્રશ્ન પૂછો છો જેનો હું જવાબ આપી શકતો નથી."
નોંધિનિય છે કે, બીજેપી નેતા અને નવી દિલ્હી સીટના ઉમેદવાર પ્રવેશ વર્માએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે દિલ્હીમાં 11 વર્ષથી ખોટી સરકાર છે જે માત્ર સપના બતાવે છે પરંતુ કોઈ કામ કરતી નથી. AAP સરકારે દિલ્હીની જનતા સાથે છેતરપિંડી કરી છે.