અલાહાબાદઃ સમાજમાં ઘણા લોકો પ્રથમ પત્ની હયાત હોય અને છૂટાછેડા ન લીધા હોય છતાં બીજા લગ્ન કરતાં હોય છે. અલાહાબાદ હાઇકોર્ટે સરકારી કર્મચારીની એક પત્ની જીવીત હોવા છતાં નિયમ 29 અંતર્ગત સરકારની મંજૂરી વગર બીજા લગ્ન કરના બદલ દંડ કરવાના રાજ્ય લોક સેવા સમિતિના ફેંસલા પર હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો છે.

Continues below advertisement

કોર્ટે શું કહ્યું

કોર્ટે કહ્યું, બંધારણની કલમ 226 અંતર્ગત આપવામાં આવેલી સત્તાના પ્રયોગની કેટલીક મર્યાદા છે. પુરાવા, તથ્યો તથા અરજીકર્તા સામે નિયમોનું ઉલ્લંઘન કરવા તથા વિભાગોને ગુમરાહ કરવાનો આરોપ સાબિત કરવામાં આવ્યો છે. જેના માટે તે દંડનો અધિકારી છે. કોર્ટે પેંશન જપ્ત કરવાના આદેશ તથા લોક સેવા સમિતિ દ્વારા કેસ ફગાવવાના આદેશને યોગ્ય ગણાવતી અરજી ફગાવી દીધી છે.

Continues below advertisement

આ ચુકાદો ન્યાયમૂર્તિ એસપી કેસરવાની તથા ન્યાયમૂર્તિ વિકાસની ખંડપીઠે સહારનપુરના મનવીર સિંહની અરજી પર આપ્યો હતો. અરજીકર્તા તરફથી કહેવામાં આવ્યું કે, ખોટા નિવેદન બદલ આટલો કઠોર દંડ ન આપવો જોઈએ. ભૂલથી અરજીકર્તાઓ ખોટા નિવેદન આપ્યા બાદ સાચી વાતની ખબર પડી હતી. 2005માં આ વાતને લઈ 28 જૂને તેને દંડિત કરવામાં આવ્યો હતો. જે બાદ 2 સપ્ટેમ્બર, 2021ના રોજ કેસ ફગાવી દેવામાં આવ્યો હતો.