સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેનાથી લાખો લોકો ચોંકી ગયા છે. આ વીડિયો રેલ્વે સ્ટેશન પર બનેલો છે, જ્યાં એક મુસાફર સમોસા ખરીદવા માટે ટ્રેનમાંથી ઉતરે છે. થોડીવારમાં જે થાય છે તે બધાને સ્તબ્ધ કરી દે છે. વીડિયોમાં મુસાફર ઉતાવળમાં સમોસા ખાઈ રહ્યો છે અને પછી ઓનલાઈન પેમેન્ટ  કરવાનો પ્રયાસ કરે  છે, પરંતુ વ્યવહાર નિષ્ફળ જાય છે. ત્યારબાદ જે નાટક થયું છે તેણે  હંગામો મચાવી દીધો છે.

Continues below advertisement

વીડિયોમાં પ્લેટફોર્મ પર ઉભી રહેલી એક ટ્રેન દેખાય છે, અને એક મુસાફર ઉતાવળમાં સમોસા વિક્રેતા પાસે જાય છે અને બે સમોસા ખરીદે છે. તે ઝડપથી તે ખાઈ લે છે અને ટ્રેનમાં પાછા ફરવાનું શરૂ કરે છે, પરંતુ સમોસા વિક્રેતા તેને રોકે છે. મુસાફર કહે છે કે તે ઓનલાઈન પેમેન્ચ  કરશે અને વ્યવહાર પૂર્ણ કરવા માટે પોતાનો મોબાઈલ ફોન કાઢે છે. દરમિયાન, નેટવર્ક સમસ્યાને કારણે, પેમેન્ટ ફેલ  જાય છે. અહીંથી આખો હોબાળો શરૂ થાય છે.

જ્યારે પેમેન્ટ ન થયુ તો વિક્રેતાએ મુસાફરનો કોલર પકડી લીધો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે ચુકવણી ન થઈ, ત્યારે સમોસા વેચનાર ગુસ્સે થઈ ગયો. તેણે મુસાફર સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું અને ગુસ્સાથી તેનો કોલર પકડી લીધો. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે સમોસા વેચનાર મુસાફરને ઠપકો આપી રહ્યો છે, "પૈસા ચૂકવો અથવા કંઈક પાછળ છોડી દો." પરિસ્થિતિ વણસતી જોઈને, મુસાફર ગુસ્સે થઈ જાય છે. તે સમજાવવાનો પ્રયાસ કરે છે કે નેટવર્ક બંધ છે અને ચુકવણી કરવામાં આવશે, પરંતુ સમોસા વેચનાર સાંભળવાનો ઇનકાર કરે છે.

  પૈસાના બદલે રાખી લીધી સ્માર્ટ વોચ

પછી જે બન્યું તેણે બધાનું ધ્યાન ખેંચ્યું. સમોસા વેચનાર વ્યક્તિએ મુસાફરના કાંડા પરથી સ્માર્ટવોચ કાઢી અને કહ્યું, "જ્યારે તમે પૈસા ચૂકવી દો ત્યારે તેને પાછી લઈ જજો." પછી તેણે તેને બે પ્લેટ અને સમોસા આપ્યા અને કહ્યું, "હવે જા, ટ્રેન નીકળી રહી છે." વીડિયોમાં ટ્રેન ચાલવા લાગે છે, અને મુસાફર, હાથમાં સમોસા, ટ્રેનમાં ચઢવામાં સફળ થાય છે.

યુઝ્રર્સે આપી અલગ અલગ પ્રતિક્રિયા

@gharkekalesh નામના એકાઉન્ટ દ્વારા શેર કરાયેલ આ વીડિયોને લાખો લોકોએ જોયો છે, અને ઘણા લોકોએ તેને લાઈક પણ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર વિવિધ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "ભારતીય રેલ્વેમાં શું થઈ રહ્યું છે? બધે લૂંટફાટ થઈ રહી છે." બીજા યુઝરે લખ્યું, "આ બિલકુલ અસ્વીકાર્ય છે. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ." બીજા યુઝરે લખ્યું, "શું આસપાસના લોકોએ 10-20 રૂપિયા કાઢીને તેમને આપવાનું ન વિચાર્યું?"