શોધખોળ કરો

જો ટોલ ટેક્સની બાકી ચૂકવણી નહીં કરો, તો વાહન વેચી નહીં શકો,સરકારે નવા નિયમો કર્યા લાગુ

ભારતમાં તમામ ફોર વ્હીલર્સને હાઇવે પરથી પસાર થતી વખતે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. ઘણા લોકો સમયસર ટોલ ટેક્સ ચૂકવે છે. પરંતુ કેટલાક લોકો બાકી રકમ ચૂકવવાનું છોડી દે છે અથવા ચુકવણી મુલતવી રાખે છે.

ભારતમાં તમામ ફોર વ્હીલર્સને હાઇવે પરથી પસાર થતી વખતે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. ઘણા લોકો સમયસર ટોલ ટેક્સ ચૂકવે છે. પરંતુ કેટલાક લોકો બાકી રકમ ચૂકવવાનું છોડી દે છે અથવા ટોલ ટેક્સની ચુકવણી મુલતવી રાખે છે. હવે સરકારે આ બાબતમાં મોટો ફેરફાર કર્યો છે. જો તમે તમારા વાહનથી ટોલ ટેક્સ ચૂકવ્યો નથી તો તમારા માટે એક નવી સમસ્યા ઊભી થઈ શકે છે. 

માર્ગ પરિવહન મંત્રાલયે નવા નિયમો લાગુ કર્યા છે. જે મુજબ, વાહન વેચતા કે ટ્રાન્સફર કરતા પહેલા વાહન પર ટોલ ટેક્સની કોઈ રકમ બાકી છે કે નહીં તે તપાસવામાં આવશે. જો બાકી રકમ હશે તો ન તો તમે વાહન વેચી શકશો કે ન તો તેને કોઈના નામે ટ્રાન્સફર કરી શકશો. 

ટોલ ટેક્સ ચૂકવ્યા વગર વાહન ટ્રાન્સફર નહીં થાય 

સરકારે ટોલ ટેક્સ અંગે અનેક પ્રકારની નીતિઓ લાગુ કરી છે. ઓગસ્ટથી વાર્ષિક ફાસ્ટેગ પાસ પણ લાગુ કરવામાં આવશે. હવે ટોલ ટેક્સ અંગે સરકાર દ્વારા બીજો એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે ટોલ ટેક્સની બાકી ચૂકવણી કર્યા વગર કોઈપણ વાહન ટ્રાન્સફર કરી શકાશે નહીં. વાહન વેચતા પહેલા કે તેને બીજા વ્યક્તિના નામે ટ્રાન્સફર કરતા પહેલા ટોલ ટેક્સની બાકી રકમ ચૂકવવી જરૂરી રહેશે.

પરિવહન વિભાગ આરસી ટ્રાન્સફર કરતા પહેલા તપાસ કરશે કે વાહન પર કેટલી રકમ બાકી છે. જો ફાસ્ટેગ ખાતામાં કોઈ રમક બાકી હશે તો વાહનની માલિકી બદલી શકાશે નહીં. માર્ગ પરિવહન મંત્રાલય કહે છે કે આનાથી ટોલ ટેક્સ ચોરી અટકશે અને જૂના બાકી રકમની વસૂલાત પણ સુનિશ્ચિત થશે.

મોકલવામાં આવશે ઈલેક્ટ્રોનિક ચલણ 

 માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી જે વાહનના ટોલ ટેક્સ બાકી છે તેમને 30 દિવસ પછી તમામ વાહન માલિકોને ઈલેક્ટ્રોનિક ચલણ મોકલવામાં આવશે. આ ચલણમાં વાહન નંબર, બાકી રકમ અને ચુકવણીની છેલ્લી તારીખ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. મંત્રાલય કહે છે કે જો નિર્ધારિત સમયમાં બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો દંડ પણ ચલણમાં ઉમેરવામાં આવશે જેથી ભવિષ્યમાં વાહન વેચવામાં કે ટ્રાન્સફર કરવામાં કોઈ સમસ્યા ન થાય. જો બાકી રકમ ચૂકવવામાં નહીં આવે, તો તેનાથી બચવા માટે ન તો NOC જારી કરવામાં આવશે અને ન તો નવું RC બનાવવામાં આવશે. વાહન સંબંધિત કોઈ નવા દસ્તાવેજો પણ જારી કરવામાં આવશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?
રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
Aadhaar Photocopy: આધારની ફોટોકોપી પર લાગશે રોક, જલદી આવશે કડક નિયમ
Aadhaar Photocopy: આધારની ફોટોકોપી પર લાગશે રોક, જલદી આવશે કડક નિયમ
Embed widget