શોધખોળ કરો

Heavy Rain Alert: દેશના આ રાજ્યોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, 70 કિમીની ઝડપે પવન  ફૂંકાશે 

15 મેના રોજ જાહેર થયેલા આ અપડેટ મુજબ, ચોમાસાના આગમન પહેલા દેશભરના ઘણા રાજ્યોમાં  હવામાનમાં પલટો જોવા મળશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે 70 કિમી/કલાક પવન સાથે વાવાઝોડાની ચેતવણી આપી છે.
  • કેરળ, ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
  • 26 મે સુધીમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું કેરળ પહોંચવાની ધારણા છે.
  • ઉત્તર અને મધ્ય ભારતમાં તીવ્ર ગરમીનું મોજું રહેશે.

Heavy Rain Alert : ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશ માટે તેનું લેટેસ્ટ હવામાન બુલેટિન જારી કર્યું છે. 15 મેના રોજ જાહેર થયેલા આ અપડેટ મુજબ, ચોમાસાના આગમન પહેલા દેશભરના ઘણા રાજ્યોમાં  હવામાનમાં પલટો જોવા મળશે. 70 કિમી/કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે કેરળ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાહતની વાત એ છે કે 26 મે સુધીમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું કેરળ પહોંચવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બનેલા ઊંડા નીચા દબાણવાળા ક્ષેત્ર અને પશ્ચિમી વિક્ષેપના સક્રિય થવાને કારણે આગામી અઠવાડિયામાં હવામાનમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળશે.

ભારે વરસાદ: આંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દક્ષિણ આંતરિક કર્ણાટક, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

21 મે સુધી દેશમાં હવામાન કેવું રહેશે?

16-17 મે: આંદામાન અને નિકોબાર ટાપુઓ અને સિક્કિમમાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. બિહાર અને ઝારખંડમાં 60  કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

18-19 મે: ઉત્તરપૂર્વ ભારત (આસામ, મેઘાલય) અને દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદ ચાલુ રહેશે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગરમી વધુ તીવ્ર બનશે.

20-21 મે: અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં ભારે વરસાદ પડશે, જ્યારે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તીવ્ર ગરમીનું મોજું રહેશે.

દેશમાં ચોમાસાની શરુઆત ક્યારે થશે?

IMD એ ચોમાસાના આગમન અંગે એક આગાહી કરી છે. દક્ષિણપશ્ચિમ ચોમાસુ 26 મેની આસપાસ કેરળ પહોંચવાની ધારણા છે (આગમન સમયના આધારે). 16 મેની આસપાસ આંદામાન સમુદ્રના ભાગો અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસાને આગળ વધારવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

હવામાન વિભાગની ગરમીની ચેતવણી

ઉત્તર અને મધ્ય ભારતમાં લોકો વરસાદ અને વાવાઝોડા વચ્ચે ગરમીનો ભોગ બનશે:

યુપી અને રાજસ્થાન: 16 થી 21 મે દરમિયાન ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન માટે તીવ્ર ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે.

અન્ય રાજ્યો: 17 મે પછી મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, વિદર્ભ અને છત્તીસગઢમાં તાપમાનમાં તીવ્ર વધારો થશે. પશ્ચિમ રાજસ્થાનમાં તાપમાન 4 થી 6 ડિગ્રી વધી શકે છે.

માછીમારો અને પ્રવાસીઓ માટે સલાહ

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં 40-60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કેરળ કિનારે, લક્ષદ્વીપ પ્રદેશ અને મન્નારના અખાતમાં દરિયાની સ્થિતિ તોફાની રહેશે. માછીમારોને ઊંડા પાણીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

Frequently Asked Questions

આગામી દિવસોમાં કયા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી છે?

આંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, દક્ષિણ આંતરિક કર્ણાટક, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની ચેતવણી છે.

દેશમાં ચોમાસાની શરૂઆત ક્યારે થવાની સંભાવના છે?

દક્ષિણપશ્ચિમ ચોમાસું 26 મેની આસપાસ કેરળ પહોંચવાની ધારણા છે. 16 મેની આસપાસ આંદામાન સમુદ્રમાં પરિસ્થિતિઓ અનુકૂળ છે.

કયા વિસ્તારોમાં તીવ્ર ગરમીનો અનુભવ થઈ શકે છે?

ઉત્તર અને મધ્ય ભારતમાં, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 16 થી 21 મે દરમિયાન તીવ્ર ગરમીની ચેતવણી છે. મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, વિદર્ભ અને છત્તીસગઢમાં પણ તાપમાનમાં વધારો થશે.

માછીમારો માટે શું સલાહ આપવામાં આવી છે?

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં 40-60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. માછીમારોને ઊંડા પાણીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
LPG સબસિડી બ્લોક થવાનો મેસેજ આવ્યો છે? જાણો શું કરવું અને શું ન કરવું
LPG સબસિડી બ્લોક થવાનો મેસેજ આવ્યો છે? જાણો શું કરવું અને શું ન કરવું
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Patan ABVP Protest : ફી વધારા સામે ABVPનું હેમચંદ્રાચાર્ય યુનિ.માં વિરોધ પ્રદર્શન
Surat Demolition : સુરત ભૂતિયા ડિમોલિશન, મનપા અધિકારીના જુઠ્ઠાણાનો કોંગ્રેસે કર્યો પર્દાફાશ
PM Modi Speech : રાજકીય અસ્થિરતાને કારણે દેશને નુકસાન , PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
ભરૂચ ડબલ મર્ડરથી ધ્રૂજ્યું: સસરાએ પુત્રવધૂ અને વેવાણને મોતને ઘાટ ઉતારી, રહસ્ય અકબંધ
ભરૂચ ડબલ મર્ડરથી ધ્રૂજ્યું: સસરાએ પુત્રવધૂ અને વેવાણને મોતને ઘાટ ઉતારી, રહસ્ય અકબંધ
રાજકોટના ઉપલેટામાં શરમજનક ઘટના: વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની અટકાયત
રાજકોટના ઉપલેટામાં શરમજનક ઘટના: વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની અટકાયત
બુલિયન માર્કેટમાં ખળભળાટ: સોનું 3% અને ચાંદી 4% તૂટી, જાણો હવે આગળ શું થશે?
બુલિયન માર્કેટમાં ખળભળાટ: સોનું 3% અને ચાંદી 4% તૂટી, જાણો હવે આગળ શું થશે?
8મા પગાર પંચમાં વિલંબ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: DAમાં થશે આટલો વધારો
8મા પગાર પંચમાં વિલંબ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: DAમાં થશે આટલો વધારો
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ આ વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી!
Embed widget