મુશળધાર વરસાદને પગલે ભારતીય હવામાન વિભાગ (IMD) એ બેંગલુરુ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.ભારતીય હવામાન વિભાગ બુધવારે મુશળધાર વરસાદને ધ્યાનમાં રાખીને કર્ણાટકની રાજધાની બેંગલુરુ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. યલો એલર્ટ ભારે વરસાદની શક્યતા સૂચવે છે. બેંગલુરુમા ભારે પવન પણ ફૂંકાઇ શકે છે. મુશળધાર વરસાદને પગલે બેંગલુરુના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. બેંગલુરુ ટ્રાફિક પોલીસે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ થયો હોય તેવા વિસ્તારોની જાણકારી નાગરિકોને આપી હતી. એપ્રિલ પછી હવામાન વિભાગ બેંગલુરુએ આગાહી કરી હતી કે મે મહિના દરમિયાન શહેરમાં સામાન્ય વરસાદ વરસશે. મે મહિનામાં બેંગલુરુમાં સામાન્ય રીતે 128.7 મીમી વરસાદ પડે છે.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે બેંગલુરુમાં વાદળ છવાયેલા રહેશે અને આગામી કેટલાક દિવસો સુધી વરસાદ વરસશે. સાત મેના રોજ તાપમાન 21થી 34 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તે સિવાય આઠ મેના રોજ તાપમાન 21 થી 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે સાથે સાથે વરસાદ પણ વરશે. નવ મેના રોજ પણ બેંગલુરુમાં પવન સાથે વરસાદ વરસી શકે છે. આ દિવસે પણ તાપમાન 22 થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 10 થી 13 મે સુધી પણ શહેરમાં તાપમાન 23 થી 38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. દરમિયાન આ દિવસોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 12 અને 13 મેના રોજ શહેરમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના મતે બેંગલુરુમાં એક અઠવાડિયા સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને વરસાદ વરસવાની સંભાવના છે. આગામી સપ્તાહની શરૂઆતમાં 12 અને 13 મેના રોજ પણ થોડો મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. શહેર અને ઉપનગરોમાં ગરમી ઓછી થાય તેવું લાગી રહ્યું છે.
અગાઉ, બેંગલુરુ શહેરમાં છેલ્લા 50 વર્ષમાં એપ્રિલમાં બીજો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. 28 એપ્રિલ 2024ના રોજ 38.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. અગાઉ, 25 એપ્રિલ 2016ના રોજ સૌથી ગરમ તાપમાન 39.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.