Cyclone Alert: તોફાનને લઇને હવામાન વિભાગની આગાહી, આ 15 રાજ્યમાં થશે અસર
Cyclone Alert by IMD: દેશભરમાં હવામાન ફરી બદલાઈ રહ્યું છે. ઘણા રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે.

Cyclone Alert by IMD: દેશભરમાં હવામાન ફરી બદલાઈ રહ્યું છે. ઘણા રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે. જેના કારણે ઉત્તર પૂર્વ અને બંગાળની ખાડી પર ચક્રવાતી સર્કુલેશન રચાયું છે. આ ચક્રવાતી પરિભ્રમણને કારણે અરુણાચલ, મેઘાલય, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદની સંભાવના છે, જ્યારે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તર પૂર્વ અને બંગાળની ખાડી ઉપરાંત હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ સહિત ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 થી 23 ફેબ્રુઆરી દરમિયાન દેશના 15થી વધુ રાજ્યોમાં વરસાદની શક્યતા છે.
ટ્રેન્ડિંગ



પર્વતીય રાજ્યોમાં હળવા વરસાદની સ્થિતિ
માત્ર ઉત્તર પૂર્વમાં જ નહીં, જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઇ શકે છે. જેની અસર દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર પણ પડી શકે છે. IMDનું કહેવું છે કે 19 થી 20 ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને ઉત્તરાખંડમાં ગાજવીજ અને વીજળી સાથે હળવો વરસાદ પડી શકે છે. આ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં 23 ફેબ્રુઆરી સુધી આવી સ્થિતિ રહી શકે છે.
ઉત્તર પ્રદેશમાં તોફાની પવન ફૂંકાશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 ફેબ્રુઆરી, બુધવારના રોજ રાજસ્થાનના પૂર્વ ભાગમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને ચંડીગઢમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 20 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
પૂર્વીય રાજ્યોમાં પણ વરસાદની ચેતવણી
19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશામાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને તે પછી તેમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો પણ થઈ શકે છે.
PM Kisan Yojana: આવી ગઇ તારીખ, પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે આવશે તમારા એકાઉન્ટમાં