સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય બન્યું છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર દેશના અલગ-અલગ વિભાગોમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દેશના ઘણાં ભાગોમાં 13થી 15 જુલાઈ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જેને લઈને હવામાન વિભાગે ઘણા વિભાગોમાં એલર્ટ પણ આપ્યું છે.


હવામાન વિભાગે આગામી થોડા દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ, સિક્કમી, પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર, અરૂણાચલ પ્રદેશ અને આસામ-મેઘાલયમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજસ્થાનમાં 13 જુલાઈની આસપાસ ફરી ચોમાસુ સક્રિય થવાની સંભાવના છે. હવામાન સક્રિય થયા બાદ ત્રણ-ચાર દિવસ ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. 13 જુલાઈએ ભરતપુર, ધૌલપુર, કરૌલી, કોટા, અલવર, સવાઈ માધોપુર, બારાં, બુંદી અને ટોંકમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગે નોર્થ-ઈસ્ટ દિલ્હી, પાનીપત, કટિહાર, કરનાલ, કુરૂક્ષેત્ર, સોનીપત, શામલી, મુઝફ્ફરનગર, મેરઠ, મોદીનગર, બિજનૌર, બુલંદશહર, હાપુડ, મુરાદાબાદ, સંભલ, અમરોહા, નરોરા અને ગાઝિયાબાદ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

ઝારખંડમાં 13 જુલાઈથી એકવાર ફરી મોનસુન સક્રિય થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 13થી 16 જુલાઈ સુધી રાજ્યના મધ્ય (રાંચી, ખૂંટી, રામગઢ બોકારો, ગુમલા અને હજારીબાગ) અને પલામૂ પ્રમંડળ સહિતના વિસ્તારમાં વધારે અસર જોવા મળશે.

હવામાન વિભાગે 14 જુલાઈ સુધી ઉત્તર બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદને કારણે ઉત્તર બંગાળના પાંચ જિલ્લામાં સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગઈ છે.

હવામાન વિભાગે પૂર્વ ઉત્તર પ્રદેશના અલગ અલગ ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ જગ્યાએ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 48 કલાકમાં ઉત્તરાખંડ, બિહાર અને ઉત્તર પશ્ચિમ રિઝનમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.