નવી દિલ્હીઃ આ વખતે હિટ વેવ અને ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે રાજ્યોને પણ એલર્ટ કરી દીધા છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું હતું કે આ વખતે દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે અને તે સામાન્ય કરતાં વધુ રહેશે. આ સંદર્ભમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ પણ મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગરમીનો સામનો કરવા અત્યારથી જ તૈયારી શરૂ કરવા કહ્યું છે. આ વખતે સામાન્ય કરતાં વધુ ગરમી પડે તેવી શક્યતા છે. દેશમાં ઉનાળાની તૈયારીઓની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા રાજીવ ગૌબાએ કહ્યું હતું કે સંબંધિત પડકારો માટે અગાઉથી તૈયારી કરવાની જરૂર છે.


રાજીવ ગૌબાએ રાજ્યોના મુખ્ય સચિવોને જિલ્લા કલેક્ટર અને સંબંધિત વિભાગના સચિવો સાથે સંભવિત હિટવેવ માટે તૈયારીઓની ચર્ચા કરવા અને સમીક્ષા કરવા જણાવ્યું છે. કેન્દ્રીય મંત્રાલય અને સંબંધિત અધિકારીઓ રાજ્યોના સંપર્કમાં રહેશે. આ સાથે કાળઝાળ ગરમીને કારણે સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા ન સર્જાય, તેથી લોકોને સનસ્ટ્રોકથી બચવા, દિવસના સમયે ઘરની અંદર રહેવા અને તીવ્ર સૂર્યપ્રકાશથી બચવા વગેરે માટે અત્યારથી જ જાગૃત થવું પડશે. સાથે સાથે હેન્ડપમ્પનું સમારકામ, ફાયર ઓડિટ અને મોકડ્રીલ જેવી પ્રાથમિક તૈયારીઓ હોવી જોઈએ જેથી પાણીની અછત ન રહે. તેમણે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી જરૂરી સહાય મળતી રહેશે અને તેઓ સમયાંતરે સંકલન કરતા રહેશે.


ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે માર્ચથી મે સુધી ઉત્તર પૂર્વ, પૂર્વ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય તાપમાન કરતાં વધુ રહેવાના સંકેતો છે. તેવી જ રીતે આ વખતે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં આકરી ગરમી પડશે. જો કે આ વખતે દક્ષિણના વિસ્તારોમાં સામાન્ય કરતા નીચું તાપમાન રહેવાની શક્યતા છે. આ વખતે સિંધુ-ગંગાના મેદાનોમાં તાપમાનમાં વધારાને કારણે હીટ સ્ટ્રોક રહેશે.


Influenza: H3N2ને હળવાશથી લેનારા ચેતજો! ગુજરાતમાં જીવલેણ બન્યો ઈન્ફલ્યુએન્ઝા


H3N2 In India: ભારતમાં H3N2 વાયરસના કારણે ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ આ વાયરસ હવે ધીમે ધીમે જીવલેણ બની રહ્યો છે. ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કારણે ગુજરાતમાં 58 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. તેઓ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ સાથે જ આ વાયરસના કારણે ભારતમાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોના મોત થયા છે. આ રોગને કારણે આરોગ્ય નિષ્ણાતોએ લોકોને સાવચેતીનાં પગલાં લેવાનું સૂચન કર્યું છે.


માસ્કનો ઉપયોગ કરો


H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી બચવા માટે ડોકટરોએ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ડોક્ટરોનું કહેવું છે કે, વાયરસથી બચવા માટે લોકોએ સતત હાથ ધોતા રહેવું જોઈએ. સાથે જ વર્ષમાં એકવાર ફ્લૂની રસી પણ લેવી જોઈએ.


IDSP-IHIP (ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફર્મેશન પ્લેટફોર્મ) પર ઉપલબ્ધ નવીનતમ ડેટા મુજબ, રાજ્યોએ 9 માર્ચ સુધી H3N2 સહિત વિવિધ પેટા પ્રકારના ઈન્ફલ્યુએન્ઝાના કુલ 3,038 પુષ્ટિ થયેલા કેસ નોંધ્યા છે. જેમાં જાન્યુઆરીમાં 1,245 કેસ, ફેબ્રુઆરીમાં 1,307 અને 9 માર્ચ સુધી 486 કેસ સામેલ છે