Weather Updates: હવામાન વિભાગે આવતીકાલથી આગામી ત્રણ દિવસ સુધી યુપી, એમપી, દિલ્હી, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, ગોવામાં અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં ભારે વરસાદને કારણે પૂરનો કહેર ચાલુ છે.


આ બધાની વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં દેશના ઘણા ભાગોમાં ભારેથી બહુ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને લોકોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસોમાં યુપી, બિહાર, રાજસ્થાન, એમપી, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, કેરળ, આસામ, મેઘાલયમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. (ફાઇલ ફોટો)


હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ પશ્ચિમ મોનસૂનની વાપસી થઈ ગઈ છે. આગામી 24 કલાકમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગુજરાતના કેટલાક ભાગોમાંથી પસાર થશે એટલે કે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. IMDએ તાજા અપડેટમાં જણાવ્યું કે કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવામાં આગામી દિવસ સુધી બહુ ભારેથી અત્યંત ભારે વરસાદ અને મધ્ય, પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં 24 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ કર્ણાટકમાં 24 સપ્ટેમ્બરથી અલગ અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે.


હવામાન વિભાગ અનુસાર, ગોવા, કર્ણાટકમાં 24 સપ્ટેમ્બરે અલગ અલગ સ્થળોએ બહુ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બંગાળ, ઓડિશા, ઝારખંડમાં વીજળી પડવાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એમપી, ગુજરાત, તેલંગાણા સહિત પૂર્વી ભારતમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વીજળી પડવાનું પણ એલર્ટ છે.


IMDએ કહ્યું, 25 સપ્ટેમ્બરે ગુજરાત, મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતમાં ભારે વરસાદનું એલર્ટ છે. ઉત્તર પૂર્વમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પૂર્વમાં 26 સપ્ટેમ્બરે પણ વરસાદનું એલર્ટ છે. 25 અને 26 સપ્ટેમ્બરે ઉત્તર પશ્ચિમ ભારત એટલે કે દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં 25 અને 26 સપ્ટેમ્બરે અલગ અલગ સ્થળોએ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


હવામાન વિભાગે કહ્યું, 27 સપ્ટેમ્બરે ગુજરાત, મધ્ય પ્રદેશ, બિહાર, યુપી, ઝારખંડમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 28 સપ્ટેમ્બરે ગુજરાત અને કેરળ માટે ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 29 સપ્ટેમ્બરે કેરળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ


સાવધાન! ભારતમાં મંકીપોક્સનો ખતરનાર વેરિઅન્ટ મળી આવ્યો, WHOએ પણ ‘ઇમરજન્સી’ જાહેર કરી છે