IMD Weather Update: ચોમાસું હાલમાં બરાબરનું જામ્યું છે અને સતત પડી રહેલા વરસાદે દેશભરમાં જનજીવનને ખોરવી નાખ્યું છે. આ દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ આવતીકાલ એટલે કે રવિવાર, 12 જુલાઈ માટે એક મોટું એલર્ટ જારી કર્યું છે. આગામી 15 કલાક દેશ માટે ભારે સાબિત થઈ શકે છે, કારણ કે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.

Continues below advertisement

પવનની ગતિ અને મુસાફરી ટાળવા ખાસ અપીલ

IMD ના જણાવ્યા અનુસાર, ઘણા વિસ્તારોમાં 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. ખરાબ હવામાનને કારણે પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન (લેન્ડસ્લાઇડ) અને મેદાની વિસ્તારોમાં પાણી ભરાવાનું મોટું જોખમ રહેલું છે. આ સ્થિતિને જોતાં, હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે કે ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળવું. ચાલો જાણીએ આવતીકાલે રવિવારે દેશના વિવિધ ભાગોમાં કેવું રહેશે હવામાન:

Continues below advertisement

દિલ્હી અને ઉત્તર પ્રદેશની સ્થિતિ

દિલ્હી: રવિવારે દિલ્હીમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. અહીં 65 થી 70 km/h ની ઝડપે પવન ફૂંકાશે. તાપમાનની વાત કરીએ તો, મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

ઉત્તર પ્રદેશ: યુપીના મેરઠ, આગ્રા, કાનપુર, ગોરખપુર, બહરાઇચ અને રાજધાની લખનૌમાં પણ ભારે વરસાદ અને તેજ પવનની ચેતવણી અપાઈ છે. લખનૌનું તાપમાન મહત્તમ 33 અને લઘુત્તમ 27 ડિગ્રી નોંધાઈ શકે છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી

બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં તોફાની પવન

બિહારના પટના, ગયા, મુઝફ્ફરપુર, દરભંગા, પૂર્ણિયા અને કટિહાર જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે 60 થી 70 km/h ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પડોશી રાજ્ય ઝારખંડના રાંચી, દેવઘર, દુમકા, બોકારો અને ગિરિડીહમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, જ્યાં પવનની ગતિ 55 થી 65 km/h રહી શકે છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળના કોલકાતા, હાવડા, દાર્જિલિંગ, કૂચ બિહાર, અલીપુરદ્વાર અને 24 પરગણા (ઉત્તર અને દક્ષિણ) વિસ્તારોમાં પણ 60-70 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશ અને પહાડી રાજ્યોનું હવામાન

મધ્યપ્રદેશમાં ભોપાલ, ઇન્દોર, દમોહ, રાયસેન, મંડલા અને ગ્વાલિયર સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. જ્યારે પહાડી રાજ્યોની વાત કરીએ તો:

ઉત્તરાખંડ: નૈનિતાલ, હરિદ્વાર, ચમોલી, પિથોરાગઢ અને રુદ્રપ્રયાગમાં ભારે વરસાદ પડી શકે છે. દેહરાદૂનમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી રહેવાની આગાહી છે.

હિમાચલ પ્રદેશ: કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા અને સોલનમાં પણ 50 થી 60 km/h ની ઝડપે ફૂંકાતા પવન સાથે ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચોઃ દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર