IMD Weather Forecast: આ વર્ષે ઓક્ટોબર મહિનો પણ  હવામાન અને મોસમની ગતિવધિથી  ભરેલો રહેશે, જેના કારણે વહેલી ઠંડીની પણ શરૂઆત થઇ જશે. આંતરરાષ્ટ્રીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દેશના ઘણા ભાગોમાં 15 ઓક્ટોબર સુધી વાદળોની હિલચાલ ચાલુ રહેશે, અને છૂટાછવાયા વરસાદના ઝાપટા હવામાનને ખુશનુમા રાખશે.

Continues below advertisement

4 ઓક્ટોબરથી સપ્તાહના અંત સુધી સક્રિય પશ્ચિમી વિક્ષેપને કારણે, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉપરના ભાગોમાં વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં કરા અને બરફવર્ષા થશે, સાથે જ તાપમાનમાં પણ તીવ્ર ઘટાડો થશે.

પૂર્વ અને દક્ષિણ ભારતમાં હવામાન

Continues below advertisement

બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણ અને ઓછા દબાણવાળા ક્ષેત્રને કારણે, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને છત્તીસગઢમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક, મરાઠવાડા, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર  કરવામાં આવી છે.

બિહારમાં આગામી 7 દિવસ માટે એલર્ટ

બિહારમાં હવામાન બદલાયું છે. હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આગામી 7 દિવસ સુધી ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા છે.

પટના, બક્સર, ભોજપુર, સારણ, સીતામઢી, શિવહર, બાંકા, જમુઈ, જહાનાબાદ, શેખપુરા, કૈમુર, રોહતાસ, ઔરંગાબાદ, અરવાલ, પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ગોપાલગંજ, સિવાન, નવાદા અને ગયા એ જિલ્લાઓ છે જેમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-એનસીઆરમાં 5-6 ઓક્ટોબરે ભારે વરસાદ અને વીજળી પડવાની આગાહી છે. 4૦-5૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકવાની ચેતવણી આપવામાં આવી છે. 7 ઓક્ટોબરથી વરસાદ ઘટશે, 9 ઓક્ટોબર પછી હવામાન શુષ્ક રહેશે.

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 5-6 ઓક્ટોબરે વાવાઝોડા અને મધ્યમથી ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. 7 ઓક્ટોબર પછી કેટલાક સ્થળોએ હળવો વરસાદ ચાલુ રહી શકે છે.

દક્ષિણ ભારતમાં પણ વરસાદની આગાહી

તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 5-6 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી છે. 7 ઓક્ટોબર પછી વરસાદ ઘટશે અને 9 ઓક્ટોબર સુધી હવામાન સામાન્ય રહેશે.