15 August Quiz: આજથી બે દિવસ બાદ ભારતીયો પોતાનો રાષ્ટ્રીય તહેવાર એટલે કે સ્વાતંત્ર્ય દિવસ મનાવશે, આજે અમે તમને અહીં ભારતીય ધ્વજ અને ભારતના સ્વાતંત્ર્ય દિવસ દિવસ વિશે કેટલુંક જનરલ નૉલેજ વિશે પુછી રહ્યાં છીએ, જે ખાસ કરીને જીનીયસને પણ નહીં આવડતુ હોય. 


જનરલ નોલેજ (GK) એટલે વિવિધ વિષયો અને હકીકતોનું જ્ઞાન હોવું. તેમાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, વિજ્ઞાન અને વર્તમાન ઘટનાઓ જેવા વિષયોનો સમાવેશ થાય છે. દરેક વ્યક્તિને સામાન્ય જ્ઞાન સારું હોવું જોઈએ. આની મદદથી તમે દેશ અને દુનિયાની માહિતીથી અપડેટ રહો છો. ભારતમાં 15મી ઓગસ્ટે (Independence Day) સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અવસર પર લાલ કિલ્લા (Red Fort) પર તિરંગો ધ્વજ ફરકાવવામાં આવશે. ચાલો ચકાસીએ તમે આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા વિશે કેટલું જાણો છો....


સવાલઃ તિરંગો પહેલીવાર ક્યાં ફરકાવવામાં આવ્યો હતો ?
જવાબઃ તિરંગો પહેલીવાર પશ્ચિમ બંગાળના કોલકત્તામાં પારસી બગાન સ્ક્વેર પર ફરકાવવામાં આવ્યો હતો. 


સવાલઃ તિરંગો પહેલીવાર ક્યારે ફરકાવવામાં આવ્યો હતો ?
જવાબઃ તિરંગો પહેલીવાર 7 ઓગસ્ટ, 1906ના દિવસે ફરકાવવામાં આવ્યો હતો.


સવાલઃ રાષ્ટ્રીય ધ્વજ પર બનેલા ચક્રનો રંગ શું હોય છે ?
જવાબઃ રાષ્ટ્રીય ધ્વજ પર બનેલા ચક્રનો ધ્વજ વાદળી હોય છે. 


સવાલઃ તિરંગામાં રહેલો કેસરિયા રંગ કોનુ પ્રતિક છે ?
જવાબઃ તિરંગામાં રહેલા કેસરિયા રંગ બલિદાનનું પ્રતિક છે.


સવાલઃ તિરંગામાં રહેલો સફેદ રંગ કોનુ પ્રતિક છે ?
જવાબઃ તિરંગામાં રહેલો સફેદ રંગ શાંતિનું પ્રતિક છે.


સવાલઃ તિરંગામાં રહેલો લીલો રંગ કોનું પ્રતિક છે ?
જવાબઃ તિરંગામાં રહેલો લીલો રંગ હરિયાળીનું પ્રતિક છે. 


સવાલઃ તિરંગાની લંબાઇ અને પહોળાઇનું શું માપ હોય છે ?
જવાબઃ તિરંગાની લંબાઇ અને પહોળાઇનું માપ 3:2 છે.


સવાલઃ તિરંગા પર બનેલા અશોક ચક્રમાં કુલ કેટલા આરા હોય છે ?
જવાબઃ તિરંગા બનેલા અશોક ચક્રમાં કુલ 24 આરા હોય છે. 


સવાલઃ તિરંગામાં પહેલી પટ્ટીનો રંગ કયો છે ?
જવાબઃ તિરંગામાં પહેલી પટ્ટીનો રંગ કેસરિયા હોય છે.


સવાલઃ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર તિરંગો કોણ ફરકાવ છે ?
જવાબઃ દેશના વડાપ્રધાન 15ની ઓગસ્ટે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે છે.