ઈન્ડિયા ગઠબંધને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાધાકૃષ્ણનનની સામે બાલકૃષ્ણ સુદર્શન રેડ્ડીને મેદાને ઉતારવા નિર્ણય કર્યો છે. બી. સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ રહી ચૂકયાં છે તેમજ તેઓ ગોવાના લોકાયુક્ત તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.ખડગેના મતે, તમામ વિપક્ષી પક્ષો સાથે ચર્ચા કર્યા પછી, સુદર્શન રેડ્ડીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીએ પણ રેડ્ડીના નામને ટેકો આપ્યો છે.
સરકાર સાથે સર્વસંમતિ ન બનીસરકારે ઉપરાષ્ટ્રપતિના નામ પર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાબતો સફળ ન થઈ. NDA એ બે દિવસ પહેલા સીપી રાધાકૃષ્ણનનું નામ જાહેર કર્યું હતું. આ પછી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને તમામ પક્ષો સાથે વાત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. બી સુદર્શન રેડ્ડી પહેલા, ડીએમકેના તિરુચી શિવનું નામ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ ઈન્ડિયા એલાયન્સે તેલંગાણાથી આવતા સુદર્શનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો છે.
ઉમેદવાર બી સુદર્શન રેડ્ડી કોણ છે?બી સુદર્શન રેડ્ડી 2007 થી 2011 સુધી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હતા. 1946 માં જન્મેલા સુદર્શન રેડ્ડીનું પ્રારંભિક શિક્ષણ આંધ્રમાં થયું હતું. રેડ્ડીએ ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. આ પછી, તેમણે પ્રખ્યાત વકીલ કે પ્રતાપ રેડ્ડી હેઠળ કામ કરવાનું શરૂ કર્યું. ઓગસ્ટ 1998 માં, રેડ્ડીને હાઇકોર્ટમાં સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.બી. સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ રહી ચૂકયાં છે.
બી. સુદર્શન રેડ્ડી કોણ છે?
બી. સુદર્શન રેડ્ડી 27 ડિસેમ્બર, 1971 ના રોજ હૈદરાબાદ ખાતે આંધ્ર પ્રદેશ બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધાયેલા હતા. તેમણે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં રિટ અને સિવિલ કેસોમાં પ્રેક્ટિસ કરી છે. તેમણે 1988-90 દરમિયાન હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે સેવા આપી હતી. તેમણે 1990 દરમિયાન 6 મહિના માટે કેન્દ્ર સરકારના વધારાના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે પણ સેવા આપી હતી.