JP Nadda Targets Congress On Bharat-India Issue: રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા G-20 સમિટના ડિનર માટેની આમંત્રણ પત્રિકા ‘પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા’ બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા’ના નામે મોકલવામાં આવતા રાજકીય વિવાદ શરૂ થઇ ગયો છે. આ મામલે ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિપક્ષી પાર્ટીઓ સામસામે આવી ગઇ છે અને એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે.






આ દરમિયાન ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસની એક પોસ્ટ શેર કરી છે, જેમાં બંધારણની પ્રસ્તાવના લખવામાં આવી છે. ભાજપના અધ્યક્ષે આ પોસ્ટને લઇને કોગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું હતું કે શું આપણે એ પાર્ટી પાસે કોઇ અપેક્ષા રાખી શકીએ છીએ જે ભારતની પ્રસ્તાવના પણ નથી જાણતી. કોગ્રેસને બંધારણ અને ડોક્ટર આંબેડર પ્રત્યે સન્માન નથી.


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસની આ પોસ્ટનો સ્ક્રીનશોટ ટ્વિટર પર શેર કર્યો અને દાવો કર્યો હતો કે કોંગ્રેસ દ્ધારા  શેર કરાયેલ બંધારણની પ્રસ્તાવનામાં જોડણીની ભૂલ હતી. જેના પર તેમણે લાલ વર્તુળો દોર્યા હતા. તેના કેપ્શનમાં જેપી નડ્ડાએ લખ્યું- શું આપણે તે પાર્ટી પાસેથી કંઈપણની અપેક્ષા રાખી શકીએ, જે ભારતનું બંધારણ પણ નથી જાણતી. 






'કોંગ્રેસને દેશના સન્માન સાથે કેમ વાંધો છે?'


અગાઉ મંગળવારે (5 સપ્ટેમ્બર) તેમણે પૂછ્યું હતું કે, "કોંગ્રેસને દેશના સન્માન અને ગૌરવ સાથે જોડાયેલા દરેક વિષય પર આટલો વાંધો કેમ છે? ભારત જોડોના નામે રાજકીય યાત્રા કરનારાઓને 'ભારત માતા કી જય'ના નારા સાથે નફરત કેમ છે?"


કોંગ્રેસને દેશ માટે કોઈ સન્માન નથી - જેપી નડ્ડા


તેમણે આરોપ લગાવ્યો હતો કે આ સ્પષ્ટ છે કે કોંગ્રેસના મનમાં દેશ પ્રત્યે, દેશના બંધારણ પ્રત્યે, બંધારણની સંસ્થાઓ પ્રત્યે કોઇ સન્માન નથી. તેને માત્ર ચોક્કસ પરિવારના વખાણ કરવાનો મતલબ છે. કોગ્રેસના દેશ વિરોધી અને બંધારણ વિરોધી ઇરાદાઓ સારી રીતે જાણે છે.


બીજી તરફ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપને પ્રશ્ન પૂછ્યો કે રિપબ્લિક ઓફ ભારત કહેવાની શું જરૂર છે? આ નામ તો અંગ્રેજી ભાષામાં છે. તેમને કેમ લાગે છે કે અડધું અંગ્રેજી અને અડધું ભારતીય બોલવું સારું છે? મને લાગે છે કે પીએમ મોદી ઇન્ડિયા નામથી ડરે છે.


'વિદેશીઓએ આપ્યું હતું હિન્દુ નામ'


ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે  "હિંદુ નામ પણ વિદેશીઓએ આપ્યું હતું. અરબ અને ઈરાનના લોકો હિંદુ કહેતા હતા. તેઓ સિંધુ નદીની નજીક રહેતા લોકોને હિંદુ તરીકે બોલાવતા હતા. ઈતિહાસને ધ્યાનથી જોશો તો પછી હિન્દુ નામ વિદેશી દેશોએ આપ્યું છે