શોધખોળ કરો

India-Brazil Trade Deal: ભારત અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું, "આતંકવાદ સામે બંને દેશો સાથે..."

India-Brazil Trade Deal: પીએમ મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા વચ્ચેની વાતચીતથી વેપાર, ટેકનોલોજી અને AI સહયોગને નવી ગતિ મળી છે. બંને દેશો વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થયા છે.

India-Brazil Trade Deal: ભારત અને બ્રાઝિલના સંબંધોમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે, જ્યારે બંને દેશોએ મહત્વકાંક્ષી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લૂલા ડી સિલ્વા વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય વાટાઘાટોમાં અર્થતંત્રને નવી ગતિ આપી શકે તેવા અનેક મહત્વના મુદ્દાઓ પર સહમતિ બની છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ લૂલાના વિઝન અને પ્રેરણાદાયી નેતૃત્વનો ભારત-બ્રાઝિલના સંબંધોને લાંબા સમયથી લાભ મળ્યો છે અને આ નવી સમજૂતી બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં બંને નેતાઓ વચ્ચે અનેક મુલાકાતો થઈ છે અને દરેક વખતે ભારત પ્રત્યે રાષ્ટ્રપતિ લૂલાની ઊંડી મિત્રતા અને અતૂટ વિશ્વાસ સ્પષ્ટપણે અનુભવાયો છે. પીએમ મોદીના મતે રાષ્ટ્રપતિ લૂલાનો આ ભારત પ્રવાસ ઐતિહાસિક 'AI ઈમ્પેક્ટ સમિટ' ને પણ નવી ઉર્જા આપશે. આ ટ્રેડ ડીલથી આગામી સમયમાં બંને દેશો વચ્ચે વ્યાપારિક આદાનપ્રદાન વધવાની સાથે સંરક્ષણ, ટેકનોલોજી અને કૃષિ જેવા ક્ષેત્રોમાં પણ સહકારના નવા દ્વાર ખુલશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

વ્યાપારને 20 અબજ ડોલરથી આગળ લઈ જવાનું લક્ષ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને બ્રાઝિલ વચ્ચેના આર્થિક સંબંધોની મજબૂતી પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, લેટિન અમેરિકામાં બ્રાઝિલ ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. બંને દેશોએ આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વ્યાપારને 20 અબજ ડોલરથી આગળ લઈ જવા માટેની કટિબદ્ધતા દર્શાવી છે. પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણો વ્યાપાર માત્ર એક આંકડો નથી, પરંતુ તે પરસ્પર અતૂટ વિશ્વાસની ઝલક છે. રાષ્ટ્રપતિ લૂલાની સાથે ભારત આવેલા વિશાળ બિઝનેસ પ્રતિનિધિમંડળની હાજરી જ દર્શાવે છે કે બંને દેશો વચ્ચે વ્યાપારી સંબંધો કેટલા ગાઢ અને ભરોસાપાત્ર છે.

આ મુલાકાત દરમિયાન ટેકનોલોજી અને ઈનોવેશન પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે ટેકનોલોજીમાં સહયોગ માત્ર ભારત અને બ્રાઝિલ માટે જ નહીં, પરંતુ સમગ્ર 'ગ્લોબલ સાઉથ' એટલે કે વિકાસશીલ દેશો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ડિજિટલ ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં બંને દેશોની ભાગીદારી અન્ય વિકાસશીલ દેશોને પણ પ્રગતિની નવી દિશા બતાવી શકે છે. આ સમજૂતીથી ભવિષ્યમાં ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આવવાની આશા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ
રશિયા પાસેથી તેલ ખરીદવા અમેરિકાની મંજૂરીની જરૂર નથી: ભારતનો જડબાતોડ જવાબ
"તેમની બુદ્ધી ભ્રષ્ટ થઈ ગઈ છે,બિહાર ન છોડવું જોઈએ," રાબડી દેવીએ નીતિશ કુમાર પર કર્યા પ્રહાર
માર્ચમાં પ્રવાસનું પ્લાનિંગ છે તો વેઇટ, રેલવેએ આ રૂટની ટ્રેન કરી છે કેન્સલ
માર્ચમાં પ્રવાસનું પ્લાનિંગ છે તો વેઇટ, રેલવેએ આ રૂટની ટ્રેન કરી છે કેન્સલ
23 વર્ષ જૂના પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા
23 વર્ષ જૂના પત્રકાર હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને રાહત, હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
T20 વર્લ્ડ કપ 2026 IND vs NZ ફાઇનલ: વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો આઈસીસીના નિયમો
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
IND vs NZ Final: વરુણ આઉટ, કુલદીપ ઇન? અમદાવાદના મેદાન પરથી આવ્યું સૌથી મોટું અપડેટ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
ઈરાન પછી હવે કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પે 'નેક્સ્ટ ટાર્ગેટ' અંગે આપ્યો ચોંકાવનારો સંકેત!
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
Embed widget