ભારતીય અને ચીની સૈનિકોએ પૂર્વ લદ્દાખના ગોગરા હાઇટ્સના વિવાદાસ્પદ ક્ષેત્રમાંથી પાછળ હટવા પર સહમતિ બની છે.  31 જુલાઇના રોજ કોર્શ કમાન્ડરો વચ્ચે ચુશુલ મોલ્ડો ખાતે યોજાયેલી  12 મા રાઉન્ડની વાતચીત બાદ સહમિત બની છે. 


આ ગલવાન પછી, પૂર્વી લદ્દાખમાં એલએસી પર ત્રીજી અને ફેબ્રુઆરીમાં પેંગોંગ ત્સોમાં પાછળ હટવાની મોટી ઘટના છે.


લશ્કરના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત-ચીન સરહદી વિસ્તારોના પશ્ચિમી ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર  પરત ફરવા સંબંધિત  બાકીના વિસ્તારોના સમાધાન પર બંને પક્ષોએ નિખાલસ અને ઉંડાણપૂર્વક આદાન-પ્રદાન કર્યું હતું. બેઠકના પરિણામ રૂપે, બંને પક્ષો ગોગરા વિસ્તારમાં  સૈનિકો પરત લેવા પર સહમત થયા હતા. આ વિસ્તારમાં  સૈનિકો ગત વર્ષે મે મહિનાથી સામસામે છે.



કરાર અનુસાર, બંને પક્ષોએ તબક્કાવાર, સમન્વિત અને સત્યાપિત રીતે આ વિસ્તારમાં તૈનાતી બંધ કરી છે. તેમણે જણાવ્યું કે 4 ઓગસ્ટ અને 5 ઓગસ્ટ સુધી બે દિવસ સેનાને હટાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. બંને પક્ષોના સૈનિક હવે પોત પોતાના ઠેકાણાઓ પર છે.


આ પહેલા બે વખત ગોગરા અને હોટ સ્પ્રિંગ્સને અલગ કરવાનો પ્રયાસ કરવામાં આવી ચૂક્યો છે, પરંતુ આ પ્રક્રિયાને ચીનીઓએ અધવચ્ચે જ રોકી દીધી હતી.


ગયા વર્ષે મે મહિનામાં પેંગોંગ તળાવ વિસ્તારોમાં હિંસક અથડામણ બાદ ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે સરહદ વિવાદ ઉભો થયો હતો અને બંને પક્ષોએ હજારો સૈનિકો તેમજ ભારે હથિયારો સાથે ધસારો કરીને ધીમે ધીમે તેમના સૈનિકોની સંખ્યા  વધારી હતી. બંને પક્ષોએ ફેબ્રુઆરીમાં પેંગોંગ તળાવની ઉત્તર અને દક્ષિણ કાંઠેથી સૈનિકો અને હથિયારો પરત ખેંચવાનું પૂર્ણ કર્યું હતું.