India Corona Cases: ભારતમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1968 નવા કેસ નોંધાયા છે, જયારે 15 સંક્રમિતોના મોત થયા છે. મહિનાઓ બાદ દેશમાં આટલા ઓછા કેસ નોંધાયા છે.


દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 34,598 પર પહોંચી છે. જ્યારે ડિસ્ચાર્જનો કુલ આંકડો 4 કરોડ 40 લાખ 36 હજાર 152 થયો છે. કુલ મૃત્યુઆંક 5 લાખ 28 હજાર 716 પર પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 218 કરોડ 80 લાખ 50 હજાર 600 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 3, 44,525 લોકોનું ગઈકાલે રસીકરણ થયું હતું.


ઓક્ટોબરમાં કેટલા નોંધાયા કેસ



  • 3 ઓક્ટોબરે 3011 નવા કેસ નોંધાયા હતા.

  • 2 ઓક્ટોબરે 3375 નવા કેસ નોંધાયા હતા.

  • 1 ઓક્ટોબરે 3805 નવા કેસ નોંધાયા હતા.




માતરના ઉંઢેરા ગામમાં ગરબા દરમિયાન બબાલ, પથ્થરમારામાં બે પોલીસકર્મી ઘાયલ


ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના બની છે. નવરાત્રીના તહેવારમા ગરબા રમવા બાબતે એક સમુદાયના 150 થી 200 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો  છે. તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો. માતર પોલીસ,ખેડા LCB, SOG ની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.પથ્થરમારાની ઘટના માં 6 થી 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાના પગલે ખેડા ડીએસપી રાજેશ ગઢીયા, ખેડા Dysp વી.આર.બાજપાઈ , માતર મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસની હાજરીમાં  કરવામાં આવેલા પથ્થરમારા માં બે જેટલા પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકનો કહેવા મુજબ, અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહી પથ્થરમારો કરાયો હતો.


સાવલીમાં પણ પથ્થરમારો


ગુજરાતના વડોદરામાં ગરબા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટના સાવલીની છે જ્યાં બે જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘણા લોકોની અટકાયત કરી હતી. સાથે જ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.