Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 38માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 141માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.  


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા  24 કલાકમાં 10,229 નવા કેસ નોંધાયા છે અને 125  સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.  11,926 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 523 દિવસના નીચલા સ્તર 1,34,096 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 5848 કેસ નોંધાયા છે અને 46 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં કુલ રસીકરણનો આંકડો 112,34,30,478 પર પહોંચ્યો છે.


ભારતમાં કોરોનાની સ્થિતિ


કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 47 હજાર 536


કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 49 હજાર 785


એક્ટિવ કેસઃ 1 લાખ 34 હજાર 096


કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 63 હજાર 655


 




ઝાયડસ કેડિલાની કોવિડ-19 વેક્સિન ઝાયકોવ-ડી હાલમાં ફક્ત પુખ્ત વયના લોકોને જ આપવામાં આવશે તેમ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતના ડ્રગ રેગ્યુલેટરે ઝાયકોવ-ડીને 12 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવાની મંજૂરી આપી હતી. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર સરકારે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં ઝાયકોવ ડી વેક્સિનને સમાવવાની મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં આ કાર્યક્રમ હેઠળ આ વેક્સિન પણ આપવામાં આવશે. મંત્રાલયે અમદાવાદ સ્થિત ફાર્મા કંપની પાસેથી એક કરોડ ઝાયકોવ ડી વેક્સિન ખરીદવાનો ઓર્ડર પણ આપી દીધો છે. સરકાર આ વેક્સિનનો એક ડોઝ 265 રૂપિયાના ભાવે ખરીદશે. કંપની આ વેક્સિન આપવા માટે જરૂરી નિડલ ફ્રી એપ્લિકેટર 93 રૂપિયાના ભાવે આપશે.