Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 37માં દિવસે કોરનાના નવા કેસ 20 હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ 140માં દિવસે કોરોનાના નવા કેસ 50 હજારથી નીચે નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા છેલ્લા 11,271 નવા કેસ નોંધાયા છે અને 285 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 11,3763 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 522 દિવસના નીચલા સ્તર 1,35,918 પર પહોંચી છે. રિકવરી રેટ 98.26 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 6468 કેસ નોંધાયા છે અને 23 સંક્રમિતોના મોત થયા છે.
દેશમાં કુલ રસીકરણનો આંકડો 112,01,03,225 પર પહોંચ્યો છે. જે પૈકી 57,43,530 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 44 લાખ 37 હજાર 307
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 38 લાખ 37 હજાર 859
- એક્ટિવ કેસઃ 1 લાખ 35 હજાર 918
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 63 હજાર 530