Coronavirus India Update: ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 19માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.   


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7974 નવા કેસ નોંધાયા છે અને 343 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 7948 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 87,562 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3898 કેસ નોંધાયા છે અને 282 સંક્રમિતોના મોત થયા છે.  


છેલ્લા 4 દિવસમાં કેટલા કેસ નોંધાયા હતા


15 ડિસેમ્બરે 6984 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 247 લોકોના મોત થયા હતા. 14 ડિસેમ્બરે 5784 નવા કેસ અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા.  12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.


 દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું


દેશમાં અત્યાર સુધીમાં 135, 25,36,986 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 60,12,425 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.


કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 12,16,011 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


ભારતમાં કોરોનાની સ્થિતિ




    • કુલ કેસઃ 3 કરોડ 47 લાખ 18 હજાર 602

    • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 41 લાખ 54  હજાર 879

    • એક્ટિવ કેસઃ 87 હજાર 245

    • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 76 હજાર 478










આ પણ વાંચોઃ Legal Age of Marriage for Women: મહિલાઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 વર્ષ થશે, જાણો શું થશે અસર


Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે