India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં 2,71,202 લોકો થયા સંક્રમિત, 314 લોકો મોતને ભેટ્યા છે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,71,202 નવા કેસ નોંધાયા છે અને 314 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,38,331 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 15,50,377 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 16.28 ટકા છે ઓમિક્રોનના કુલ 7,743 કેસ થયા છે.


કેટલું ટેસ્ટિંગ થયું


દેશમાં અત્યાર સુધીમાં 70,24,48,838 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 15 જાન્યુઆરીએ 16,65,404 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.


કુલ એક્ટિવ કેસઃ 15,50,377


કુલ ડિસ્ચાર્જઃ 


કુલ મૃત્યુઆંકઃ  


કુલ રસીકરણઃ  


ગુજરાતમાં બે દિવસમાં કેટલા કોરોના કેસ નોંધાયા ?


ગુજરાતમાં 14 જાન્યુઆરીના કોરોનાના 10019કેસ-2 મૃત્યુ જ્યારે 15 જાન્યુઆરીના 9177 કેસ-7 મૃત્યુ થયા છે. આમ, રાજ્યમાંથી બે દિવસમાં કોરોનાના કુલ 19196 કેસ નોંધાયા છે જ્યારે 9 વ્યક્તિ કોરોના સામેનો જંગ હારી છે. ગુજરાતમાં 11 જૂન 2021 એટલે કે 7 મહિના બાદ કોરોનાથી સૌથી વધુ 7 વ્યક્તિના મૃત્યુ થયા છે. રાહતની વાત એ છે કે, છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં હાલ 59564એક્ટિવ કેસ છે જ્યારે 60 દર્દી વેન્ટિલેટર પર છે.