નવી દિલ્હીઃ દેશને કોરોનાથી બચાવવા મોદીએ કરેલા લોકડાઉનની જાહેરાતને એક વર્ષ થઈ ગયું છે. પરંતુ તે પછી પણ દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થયો નથી. 153 દિવસ બાદ રેકોર્ડ પ્રથમ વખત 53 હજારથી વધારે કોરોના કેસ આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 53 હજારથી વધુ કેસ નોધાયા હતા અને 251 લોકોના જીવ ગયા હતા. જોકે 26,409 લોકો કોરોનાથી ઠીક થયા છે. આ પહેલા 23 ઓક્ટોબર 2020ના રોજ 53,370 કોરોના કેસ નોંધાયા હતા.
આજે દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,17,87,534
કુલ રિકવરી 1,12,31,650
કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,95,192
કુલ મૃત્યુઆંક 1,60,692 પર પહોંચ્યો છે.
ગુજરાત સહિત આ રાજ્યોની સ્થિતિ ચિંતાજનક
દેશમાં 5 કરોડ 31 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે. આ સિવાય મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને મધ્યપ્રદેશ પણ સામેલ છે. મહારાષ્ટ્રની હાલત સૌથી ચિંતાજનક છે. બુધવારે સાંજે 8 વાગ્યે સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 31,855 નવા કેસ નોંધાયા છે અને 95 લોકોનાં મોત થયા છે. જ્યારે 15098 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 25,64,881 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમાંથી 22,62,593 લોકો સાજા થયા છે અને 53,684 લોકોના મૃત્યુ થયા છે.
કોરોનાનો કેસ વધતાં સરકારે લીધું આ પગલું
દેશભરમાં અચાનક વધવા લાગેલા કોરોના સંક્રમણના કેસોથી સરકારની ચિંતામાં વધારો થયો છે. જેના કારણે ભારતથી નિકાસ થતી એસ્ટ્રાજેનેકા કોવિશિલ્ડ વેક્સીનના નિકાસ પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. હાલની સ્થિતિને જોતા સરકારે દેશમાં કોરોના વેક્સીનનો જથ્થો પૂરો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના કારણે અમૂક મહિનાઓ સુધી વેક્સીનના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. 2-3 મહિના બાદ સરકાર સમગ્ર સ્થિતિની સમીક્ષા કરશે. ભારત અત્યાર સુધી 80 દેશોમાં વેક્સીનના છ કરોડ ચાર લાખ ડોઝ મોકલાવી ચુક્યું છે. જ્યારે દેશમાં અત્યાર સુધી પાંચ કરોડ 8 લાખ 41 હજાર 286 કોને વેક્સીનનો ડોઝ અપાઈ ચુક્યો છે.