નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave) ઘાતક બની રહી છે.  દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના દરરોજ એક લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેરે એવી તબાહી મચાવી દીધી છે કે, છેલ્લા 11 દિવસમાં દેશમાં 10 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. ચિંતાની વાત એ છે કે, કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દેશમાં ઓક્ટોર 2020 બાદ હવે સૌથી વધુ મૃત્યુ કોરોનાથી થઈ રહ્યાં છે. જે આંકડા સામે આવ્યા છે તેને જોઈને તમારી પણ ઉંઘ ઉડી જશે. 



આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,31,968 નવા કેસ નોંધાયા છે અને વધુ 780 લોકોના મોત થયા છે. આ પહેલા 4,6 અને 7 એપ્રિલે એક લાખથી વધુ કેસ સામે આવ્યા હતા.  છેલ્લા 24 કલાકમાં 61,899 લોકોએ મ્હાત આપી હતી.  કુલ સંક્રમિતોની સંખ્યા 1 કરોડ 30 લાખ 60 હજાર 542 થઈ ગઈ છે અને મૃત્યુઆંક એક લાખ 67 હજાર 642 પર પહોંચી ગયો છે.  દેશમાં હાલ એક્ટિવ કેસ નવ લાખ 79 હજાર 608 છે. દેશમાં અત્યાર સુધી એક કરોડ 19 લાખ 13 હજાર 292 લોકો સાજા થયા છે.  


છેલ્લા 11 દિવસમાં કેટલા કેસ નોંધાયા 



9 એપ્રિલ - 1,31,968 કેસ,  780 મોત
8 એપ્રિલ - 1,26,789 કેસ,  685 મોત
7 એપ્રિલ- 1, 15,736 કેસ, 630 મોત
6 એપ્રિલ- 96,982 કેસ,  446 મોત
5 એપ્રિલ- 1 લાખે 3 હજાર 558 કેસ, 478 મોત
4 એપ્રિલ- 93, 249 કેસ, 513 મોત
3 એપ્રિલ- 89,129 કેસ, 714 મોત
2 એપ્રિલ- 81,466 કેસ, 469 મોત 
1 એપ્રિલ- 72,330 કેસ,  459 મોતૉ
31 માર્ચ- 53,480 કેસ, 354 મોત
30 માર્ચ- 56,211 કેસ, 271 મોત


આંકડા પરથી એ સ્પષ્ટ છે કે, છેલ્લા 11 દિવસમાં કોરોના સંક્રમણના 10 લાખ 20 હજાર 898 કેસ નોંધાયા છે. જ્યારે 5,799 લોકોના મોત થઈ ચૂક્યા છે. એટલે કોરોનાની આ સ્થિતિ પહેલી લહેર કરતા પણ વધારે ઘાતક છે. 



દેશના એક કરોડ 20 લાખ કેસમાંથી એક કરોડ 30 લાખ કેસ ફક્ત 11 દિવસમાં આવ્યા છે. એટલે કે, પહેલીવાર મહામારી શરૂ થયા બાદથી 10 લાખ કેસ ઝડપથી વધી વધ્યા. સપ્ટેમ્બર 2020માં 40 લાખથી 50 લાખ કેસ પણ 11 દિવસમાં આવ્યા છે.