નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અત્યાર સુધી 80 હજારથી વધુ કોરોના દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યું છે અને સંક્રમિતોનો આંકડો 50 લાખની નજીક પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 83,809 નવા કેસ સામે આવ્યા છ. આ પહેલા 11 સપ્ટેમ્બરે રેકોર્ડ 97,570 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 1054ના મોત થયા છે. દેશમાં 2 સપ્ટેમ્બરથી દરરોજ એક હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. જો કે, સારા સમાચાર એ છે કે, 24 કલાકમાં 79,292 દર્દીઓ સાજા થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 49 લાખ 30 હજાર થઈ ગઈ છે. તેમાંથી 80,776 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 9 લાખ 90 હજાર થઈ ગઈ છે અને 38 લાખ 59 હજાર લોકો સ્વસ્થ થઈ ગયા છે.
ICMRના રિપોર્ટ અનુસાર, 14 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસના કુલ 5 કરોડ 83 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11 લાખ સેમ્પલનું ટેસ્ટિંગ ગઈકાલે કરવામાં આવ્યું હતું . પોઝિટિવીટી રેટ 7 ટકાથી ઓછો છે. કોરોના વાયરસના 54 ટકા કેસ 18 વર્ષથી 44 વર્ષની ઉંમરના લોકોને છે પરંતુ કોરોનાથી થનારા 51 ટકા મૃત્યુ 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાં છે.
મૃત્યુદરમાં ઘટાડો
એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મૃત્યુ દર ઘટીને 1.63 ટકા થઈ ગયો છે. તે સિવાય એક્ટિવ કેસ રેટ ઘટીને 20 ટકા થઈ ગયો છે. સાથે રિકવરી રેટ વધીને 78 ટકા થઈ ગયો છે. દેશમાં રિકવરી રેટમાં સતત વધારો થઈ ગયો છે.
Corona updates: દેશમાં કોરોનાથી 80 હજારથી વધુનાં મોત, સંક્રમિતોની સંખ્યા 50 લાખની નજીક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2020 09:46 AM (IST)
દેશમાં 2 સપ્ટેમ્બરથી દરરોજ એક હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1054ના મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -