નવી દિલ્હીઃ  દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં સતત આઠમા દિવસે ત્રણ લાખથી ઓછા કેસ નોંધાયા છે. જોકે મૃત્યુઆંકમાં ખાસ ઘટાડો થયો નથી.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 222,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4454 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,02,544 લોકો ઠીક પણ થયા છે.  

કુલ કેસ-  બે કરોડ 67 લાખ 52 હજાર 447

કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 37 લાખ 28 હજાર

કુલ એક્ટિવ કેસ - 27 લાખ 20 હજાર 716

કુલ મોત - 3 લાખ 3 હજાર 720

દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.13 ટકા છે જ્યારે રિકવરી રેટ 88 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ ઘટીને 11 ટકાથી ઓછા છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં બીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખઅયાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

મે મહિનામાં કેસ

તારીખ

કેસમોત
24 મે2223154454
23 મે2408423741
22 મે2,57,2994194
21 મે2,59,5514209
20 મે2,76,0773874
19 મે2,67,3344529
18 મે2,63,5534329
17 મે2,81,3864106
16 મે3,11,1704077
15 મે3,26,0983890
14 મે3,43,1444000
13 મે3,62,7274120
12 મે3,48,4214205
11 મે3,29,9423876
10 મે3,66,1613754
9 મે4,03,7384092
8 મે4,07,0784187
7 મે4,14,1883915
6 મે4,12,2623980
5 મે3,82,3153780
4 મે3,57,2993449
3 મે3,68,1473417
2 મે3,92,4983689
1 મે4,01,9933523

કોરોનાથી થનાર મોતમાં મહારાષ્ટ્ર, કર્માટક, તમિલનાડુનો 73 ટકા હિસ્સો

મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ દેશના એ 10 રાજ્યોમાં સામેલ છે, જ્યાં કોરોનાથી થનાર મોતમાં 73.88 ટકાનો હિસ્સો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોત બાદ કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ  આંધ્ર પ્રદેશમાં છે. દરરોજનો પોઝિટિવીટી રેટ ઘટીને 11 ટકા થઈ ગયો છે.

એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત

સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.