નવી દિલ્હી: ભારતમાં કોરોના કેસની ગતિ ધીમી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં 36,011 નવા કેસ નોંધાયા હતા, જ્યારે કોરોનાથી 482 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 96 લાખ 44 હજાર 222 પર પહોંચી ગયા છે. હાલમાં દેશમાં કોરોના સંક્રમિત 4,03,248 એક્ટિવ કેસ છે.

છેલ્લા 24 કલાકમાં 41,970 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ભારતમાં અત્યાર સુધી 91,00792 લોકો સારવાર બાદ સાજા થયા છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધી 1 લાખ 40 હજાર 182 લોકોએ પોતાનો જીવ ગુમવ્યો છે.

આરોગ્ય મંત્રાલય અનુસારા દેશમાં રિકવરી રેટ 94.36 ટકા છે. જ્યારે મૃત્યુ દર 1.45 ટકા છે.  ભારત લગભગ 136 દિવસ બાદ પહેલીવાર એક્ટિવ કેસની સંખ્યા 4.10 લાખથી ઓછી થઈ છે. તેના પહેલા 22 જુલાઈએ દેશમાં 4.11 લાખ એક્ટિવ કેસ હતા. છેલ્લા 8 દિવસમાં રિકવરી રેટ નવા કેસની તુલનામાં વધારે છે.