નવી દિલ્હી: ચીન - ભારત વચ્ચે સરહદ વિવાદને લઈને ચાલી રહેલા તણાવને લઈ LAC નજીક એર સ્પેસમાં નૌસેનાએ રિકોનિસન્સ વિમાન (Reconnaissance aircraft) અને P8Iને તૈનાત કર્યું છે. દરિયામાં અનેક સો મીટર નીચે સબમરીનનું હંટિંગ કરનાર આ અમેરિકી વિમાન ચીની સૈનાની તૈનાતી અને ગતિવિધિઓને ટ્રેક કરવા માટે તૈનાત કરવામાં આવ્યું છે.

ઈન્ડીપેન્ડેન્ટ ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ્સે ભારતીય નૌસેનાના P8I એરક્રાફ્ટની ફ્લાઈટ લદાખ અને હિમાચલ નજીક ચીન સરહદ પાસે ટ્રેક કરી છે. સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે પી8આઈની તૈનાતી ખૂબજ મહત્વની છે, કારણ કે વર્ષ 2017માં ડૉકલામ વિવાદ દરમિયાન પણ નૌસેનાએ આ વિમાનને ચીન સરહદ સાથે અડીને આવેલા એર સ્પેસમાં તૈનાત કરવામાં આવ્યું હતું. કેટલાક મહીના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે આ વાતનો ખુલાસો કર્યો હતો. ડોકલામ વિવાદ વખતે જનરલ રાવત થલસેનાના પ્રમુખ પદ પર હતા.

અમેરિકાના આ લોન્ગ રેન્જ મેરીટાઈમ રિકોનિસન્સ એરક્રાફ્ટમાં ખાસ ઇલેક્ટ્રો-ઑપ્ટિકલ સેન્સર્સ લાગ્યા છે. જે સરળતાથી 25-30 હજાર ફૂટની ઉંચાઈથી જમીન પર ચાલી રહેલી તમામ ગતિવિધિઓની તસવીર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને રિયલ ટાઈમમાં ઉપલબ્ધ કરાવી દે છે. તેનાથી હજારો માઈલ દૂર બેઠેલા સેન્ય કમાન્ડર્સને દુશ્મનની તમામ મૂવમેન્ટ અંગે જાણકારી રહે છે.

P8I એટલે કે પોસાઈડન-8 (ઈન્ડિયા)ની ખાસિયત એ છે કે, તે જમીન પર કેટલા સૈનિત ડ્રિલ કરી રહ્યાં છે અને તેની ગતિવિધિઓ વિશે જાણકારી આપે છે.