India Pakistan Attack :ગુરુવારે રાત્રે પાકિસ્તાને સતત બીજા દિવસે જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોનથી હુમલા કર્યા. ભારતે તેની S-400 સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને ડ્રોનને  તોડી પાડીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. સમાચાર એજન્સી ANI અનુસાર, ભારતે LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર 50 થી વધુ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે.

આ ઉપરાંત, ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ પઠાણકોટમાં પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. જોકે, સરકાર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. પાકિસ્તાની આત્મઘાતી ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું. જેને પણ પણ ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યું હતું.પહલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર ભારતના હુમલાને કારણે પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે. પાકિસ્તાને મિસાઇલ, ડ્રોન અને ફાઇટર જેટથી ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. હવે ભારતે પાકિસ્તાનમાં વિનાશ મચાવવાનું શરૂ કરી દીધું છે.

ભારતે પાકિસ્તાનના ડ્રોન હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે. પાકિસ્તાને ગુરુવારે રાત્રે સતત બીજા દિવસે જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા, પરંતુ આપણી સંરક્ષણ પ્રણાલી S-400 દ્વારા ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવામાં આવ્યા. ભારતે વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાની જેટને તોડી પાડ્યા. ગુરુવારે રાત્રે પાકિસ્તાને 100 થી વધુ  ડ્રોન મિસાઇલથી  હુમલા કર્યા. પાકિસ્તાને 15 થી વધુ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો પરંતુ તેની એક પણ મિસાઇલ અસરકારક રહી નહીં.

પાકિસ્તાન ભારતીય ગામડાઓને નિશાન બનાવીને ગોળીબાર કરી રહ્યું છે.

 આંતરરાષ્ટ્રીય સરહદથી લઈને LoC સુધી, ભારતીય સેના દરેક જગ્યાએ પાકિસ્તાનને હરાવી રહી છે. ડ્રોન હુમલામાં નિષ્ફળતા બાદ, પાકિસ્તાન નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીઓ અને ગામડાઓ પર ગોળીબાર કરી રહ્યું છે. જમ્મુના સરહદી વિસ્તારમાં પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. ભારતીય સેના પાકિસ્તાનની હિંમતનો યોગ્ય જવાબ આપી રહી છે. પાકિસ્તાની ગોળીબાર બાદ, સરહદી વિસ્તારોમાં મોટાભાગના નાગરિકોને પહેલાથી જ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા.