નવી દિલ્લી : ભારતમાં બાળકો માટે રસીકરણ અભિયાન સપ્ટેમ્બરથી શરૂ થઇ શકે છે. અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન (AIIMS)ના પ્રમુખ ડોક્ટર રણદીપ ગુલેરિયા (Dr Randeep Guleria)એ આ સંદર્ભે સંકેત આપ્યાં છે કે, કોરોનાની ચેઇન તોડવા માટે બાળકોનું વેક્સિનેશન એક મહત્વૂર્ણ પગલું છે. ભારત બાયોટેકની કોવેક્સિનનું બાળકો પર ટ્રાયલ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં પુરુ થઇ શકે છે.તો બીજી તરફ ફાઇઝરની વેક્સિનને અમેરિકી નિયામકથી ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે. જેથી આશા છે કે, આપણે સપ્ટેમ્બર સુધીમાં બાળકોને કોરોનાની વેક્સિન આપવાનું શરૂ કરીશું.


દેશી વેક્સિન વધુ મહત્વપૂર્ણ
એમ્સના પ્રમુખ રણદિપ ગુલેરિયાએ કહ્યું કે,બાળકો માટે આપણી દેશી વેક્સિન વધુ મહત્વપૂર્ણ છે. એટલા માટે જ ભારત બાયોટેક અને જાયડસ કેડિલાની વેક્સિન વધુ મહત્વની છે. જો કે ફાઇઝરની વેક્સિન પણ મદદગાર સાબિત થઇ શકે છે. જો કે આપણી પાસે વધુ સંખ્યા હોવાથી આપણી વેક્સિનનો સ્ટોક હોવો  ખૂબ જ જરૂરી છે. હાલની સ્થિતિને જોતા શક્ય છે કે, સપ્ટેમ્બર માસથી બાળકોનું રસીકરણ શરૂ થઇ જાય.


42 કરોડથી વધારે વેક્સિન ડોઝ
સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 23 જુલાઈ સુધી દેશભપમાં 42 કરોડ 78 લાખથી વધુ કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 42 લાખ 67 હજાર ડોઝ અપાયા હતા. આઈસીએમઆર મુજબ અત્યાર સુધીમાં 45 કરોડ 45 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 17લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.


કોરોનાની વર્તમાન સ્થિતિ
દેશની કોરોનાની વર્તમાન સ્થિતિદેશમાં સતત બીજા દિવસે કોરોનાના મામલા 40 હજારથી ઓછા નોંધાયા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 39,097 નવા કેસ નોંધાયા છે અને 546 લોકોના મોત થયા છે. આ પહેલા શુક્રવારે 35,342 નવા મામલા આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 35,087 લોકો કોરોનાથી ઠીક થયા હતા. એટલેકે એક્ટિવ કેસમાં 3464નો વધારો થયો છે.