નવી દિલ્હી: ભારત સરકાર અમેરિકી ફાર્મા કંપની જૉનસન એન્ડ જૉનસન સાથે તેની સિંગલ ડોઝ કોરોના રસનીને લઈને વાતચીત કરી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયની શુક્રવારે થયેલી પત્રકાર પરિષદમાં નીતિ આયોગના  સ્વાસ્થ્ય સદસ્ય ડૉ વીકે પોલએ આ જાણકારી આપી છે. 


ડૉ વીકે પોલે જણાવ્યું કે જૉનસન એન્ડ જૉનસનની વેક્સિનની ઉત્પાદન બહાર થાય છે. તેમણે કહ્યું કે ભારત સરકારના પ્લાન મુજબ આ વેક્સિનનું ઉત્પાદન હૈદરાબાદના બાયો ઈમાં પણ કરવામાં આવશે.                            


તમને જણાવી દઈએ હાલ દેશમાં 4 કોરોના વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે, જેમાં કોવિશીલ્ડ, કોવેક્સીન, સ્પૂતનિક વી અને મોડર્નાની વેક્સિન સામેલ છે. 


અમેરિકન ફાર્મા કંપની જ્હોન્સન એન્ડ જ્હોન્સને દાવો કર્યો છે કે કંપની દ્વારા નિર્મિત સિંગલ ડોઝ કોવિડ-19 વિરોધી રસી વાયરસના ડેલ્ટા વેરિએન્ટની સામે અસરકારક છે. સિંગલ ડોઝવાળી રસી ગંભીર કે ખૂબ ગંભીર બીમારી સામે 85 ટકા અસરકારક સાબિત થઇ છે. 


દેશમાં જીવલેણ કોરોના વાયરસની ગતિ હવે ધીમી પડી રહી છે. દેશમાં વિતેલા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 46 હજાર 617 કેસ સમે આવ્યા છે જ્યારે 853 લોકોના મોત થયા છે. ત્યાર બાદ કોરોનાથી મરનારા લોકોનો આંકડો ચાર લાખને પાર કરી ગયો છે. ભારતમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ 50 હજારથી ઓછા નોંધાયા છે અને મોતનો આંકડો પણ ઘટ્યો છે. ગઈકાલે 59 હજાર 384 લોકો ઠીક થયા છે.


કોરોનાની હાલની સ્થિતિ



  • કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 4 લાખ 58 હજાર 251

  • કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 95 લાખ 48 હજાર 302

  • કુલ એક્ટિવ કેસ - 5 લાખ 9 હજાર 637

  • કુલ મોત -4 લાખ 312

  • કુલ રસીકરણ -34 કરોડ 76 હજાર 232


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પાસે હજુ પણ કરોના રસીના 1.24 કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ છે અને આગામી ત્રમ દિવસમાં તેને 94,66,420 ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મંત્રાલયે કહક્યું કે, ભારત સરકાર (ફ્રીમાં) અને રાજ્યો દ્વારા સીધી ખરીદી અંતર્ગત અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 32.92 કરોડ કોરોના રસીના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમાંથી બરબાદ થયેલ ડોઝની સંખ્યા 31 લાખ જેટલી છે.