India's Omicron Tally: દેશમાં કોરોનાનો નવો વેરિઅન્ટ વધુ ઝડપથી ફેલાવા લાગ્યો છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 150ને પાર થઈ છે. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 50ને પાર થઈ ગઈ છે.
ક્યા રાજ્યમાં કેટલા ઓમિક્રોન કેસ
- મહારાષ્ટ્રઃ 54
- દિલ્હીઃ 22
- રાજસ્થાનઃ 17
- કર્ણાટકઃ 19
- તેલંગાણાઃ 20
- ગુજરાતઃ 11
- કેરળઃ 11
- આંધ્રપ્રદેશઃ 1
- ચંદીગઢઃ 1
- તામિલનાડુઃ 1
- પશ્ચિમ બંગાળઃ 4
ઓમિક્રોનના કેવા હોય છે લક્ષણો
દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલો કોરોનાનો આ નવો વેરિઅન્ટ ભારતમાં પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનને લગતી વિશેષ હકીકત હજુ સુધી સામે આવી શકી નથી. એટલે કે ઓમિક્રોનના લક્ષણો અંગે પૂરતી માહિતીનો પણ અભાવ છે. ઓમિક્રોનથી સંક્રમિત લોકોમાં મુખ્યત્વે નાકમાંથી પાણી નિકળવું, માથુ દુખવું, થાક લાગવો, છીંક આવવી અને ગળામાં ડ્રાઈનેસ જેવા લક્ષણ જોવા મળ્યા હતા.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કોરોના કેસ નોંધાયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6563 નવા કેસ નોંધાયા છે અને 132 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8077 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની 82,267 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4160 કેસ નોંધાયા છે અને 96 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 137, 97,20,359 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 15,82,079 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 8,77,055 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં 66,49,869,420 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 47 લાખ 46 હજાર 838
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 41 લાખ 87 હજાર 017
- એક્ટિવ કેસઃ 82 હજાર 267
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 77 હજાર 554