(Source: Poll of Polls)
India Pakistan Attack News Live: ‘પાકિસ્તાને ભારતમાં 26 સ્થળોએ કર્યો ઘૂસણખોરીનો પ્રયાસ, PAKના પાંચ એરબેઝ તબાહ': ભારતીય સેના
Pakistan Drone Attack: સુરક્ષા દળો સમગ્ર વિસ્તાર પર નજર રાખી રહ્યા છે અને જવાબી કાર્યવાહી કરી રહ્યા છે.

Background
Pakistan Drone Attack: પાકિસ્તાને ફરી એકવાર શુક્રવારે (9 મે, 2025) સિવિલ એરલાઇનના આડમાં ભારતના ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાથી ભુજ સુધીના 26 સ્થળોએ ડ્રોનથી હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આમાં શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સમાવેશ થાય છે જે નાગરિક અને લશ્કરી લક્ષ્યો માટે સંભવિત ખતરો હતા. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે ફરી એકવાર પાકિસ્તાનના ઇરાદાઓને નિષ્ફળ બનાવ્યા હતા.
આ સ્થળો પર ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ
પાકિસ્તાને જ્યાં નિષ્ફળ ડ્રોન હુમલા કર્યા તેમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લાખી નાલાનો સમાવેશ થાય છે. ફિરોઝપુરમાં એક સશસ્ત્ર ડ્રોન દ્વારા નાગરિક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેમાં એક સ્થાનિક પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભારતે બધા ડ્રોન તોડી પાડ્યા
ભારતીય સેનાએ કાઉન્ટર-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરીને તમામ હવાઈ જોખમોને ટ્રેક કર્યા અને તેમને તોડી પાડ્યા હતા. સુરક્ષા દળો સમગ્ર વિસ્તાર પર નજર રાખી રહ્યા છે અને જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. નાગરિકો, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને ઘરની અંદર રહેવા અને બિનજરૂરી હિલચાલ મર્યાદિત કરવાની સલાહ આપવામાં આવી હતી. જોકે ગભરાવાની જરૂર નથી, પણ સતર્ક અને સાવધ રહેવું મહત્વપૂર્ણ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શુક્રવારે 15 મે સુધી ડ્રોન અને ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આ મહિનાની 15મી તારીખ સુધી કોઈપણ કાર્યક્રમમાં ફટાકડા કે ડ્રોનનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કૃપા કરીને સહકાર આપો અને માર્ગદર્શિકાનું પાલન કરો."
ભારતના હુમલામાં અનેક આતંકીઓ ઠાર મરાયા હતા
ભારતના હુમલામાં અનેક આતંકીઓ ઠાર મરાયા હતા. લશ્કરનો મોટો આતંકી મુદસ્સર કાદિયાન ઠાર મરાયો હતો. તે સિવાય જૈશનો ટોપ કમાન્ડર હાફિઝ મહોમ્મદ ઝમીલ પણ ઠાર મરાયો હતો. ઉપરાંત મોહમ્મદ યુસુફ અઝહર, લશ્કરનો ટોપ કમાન્ડર ખાલિદ ઉર્ફે અબ્બુ અકસા, જૈશનો ટોપ કમાન્ડર મોહમ્મદ હસન ખાન ઠાર મરાયો હતો. સાત, મેએ ભારતે કરેલી એરસ્ટ્રાઈકમાં પાંચ આતંકી ઠાર મરાયા હતા.
ભારતીય સેનાએ L-70 એર ડિફેન્સ ગનનો ઉપયોગ કર્યો
ગુજરાતના કચ્છ સેક્ટરમાં ભારતીય સેનાએ L-70 એર ડિફેન્સ ગનનો ઉપયોગ કરીને પાકિસ્તાની સેનાના એક દારૂગોળાને સફળતાપૂર્વક તોડી પાડ્યો છે: સંરક્ષણ અધિકારીઓ





















