ભારત અને પાકિસ્તાને ગુરુવારે (1 ડિસેમ્બર, 2025) રાજદ્વારી ચેનલો દ્વારા પરમાણુ સંસ્થાઓ અને સુવિધાઓની યાદીઓનું આદાનપ્રદાન કર્યું હતું. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ આદાનપ્રદાન બંને દેશો વચ્ચેના કરાર હેઠળ કરવામાં આવ્યું હતું જેનો હેતુ એકબીજાના પરમાણુ સંસ્થાઓ પર હુમલાઓને રોકવાનો છે.

Continues below advertisement

ભારત-પાકે એકબીજાને સોંપી પરમાણુ ઠેકાણાની યાદી 

ભારત અને પાકિસ્તાને પરમાણુ સંસ્થાઓ અને સુવિધાઓના આદાનપ્રદાનને લઈ 31  ડિસેમ્બર, 1988 ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા,  જેને 27  જાન્યુઆરી, 1991  ના રોજ અમલમાં મૂકવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ, બંને દેશો દર વર્ષે 1 જાન્યુઆરીએ એકબીજા સાથે તેમના પરમાણુ ઠેકાણા વિશેની માહિતી શેર કરે છે. બંને દેશો વચ્ચે પરમાણુ ઠેકાણાઓનું આ સતત 34મું આદાનપ્રદાન છે.

Continues below advertisement

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 2008 ના કોન્સ્યુલર એક્સેસ પર દ્વિપક્ષીય કરાર હેઠળ ભારત અને પાકિસ્તાને આજે રાજદ્વારી ચેનલો દ્વારા એકબીજાની કસ્ટડીમાં રહેલા નાગરિક કેદીઓ અને માછીમારોની યાદીઓનું પણ આદાનપ્રદાન કર્યું છે. આ કરાર અનુસાર, આવી યાદીઓનું આદાનપ્રદાન દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ કરવામાં આવે છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાને ‘કોન્સુલર એક્સેસ 2008’ હેઠળ બંને દેશોની કસ્ટડીમાં રહેલા કેદીઓ અને માછીમારોની પણ યાદી એકબીજાને સોંપી છે. બંને દેશોના રાજદ્વારી માધ્યમ દ્વારા આ યાદી સોંપવામાં આવી છે. ભારતે 391 નાગરિક કેદીઓ અને 33 માછીમારોની યાદી સોંપી છે, જેમાં પાકિસ્તાન અથવા પાકિસ્તાની હોવાની આશંકા ધરાવતા લોકો સામેલ છે. જ્યારે પાકિસ્તાને 58 ભારતીયો અને 199 માછીમારોની યાદી સોંપી છે.

ભારતીય કેદીઓની સલામતી અંગે વિદેશ મંત્રાલયે શું કહ્યું?

વધુમાં, પાકિસ્તાનને તેની કસ્ટડીમાં રહેલા 35 નાગરિક કેદીઓ અને માછીમારોને તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસ આપવા માટે કહેવામાં આવ્યું છે, જેઓ ભારતીય હોવાનું માનવામાં આવે છે, જેમને હજુ સુધી કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવ્યો નથી. ભારતે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાને કેદીઓ અને માછીમારોની મુક્તિ સુધી તેમની સલામતી, સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવી જોઈએ.

ભારત સરકારના સતત પ્રયાસોને કારણે 2014 થી અત્યાર સુધીમાં 2,661 ભારતીય માછીમારો અને 71 ભારતીય નાગરિક કેદીઓને પાકિસ્તાનથી પરત લાવવામાં આવ્યા છે. આમાં 500 ભારતીય માછીમારો અને 13 ભારતીય નાગરિક કેદીઓનો સમાવેશ થાય છે જેમને 2023 થી અત્યાર સુધી પાકિસ્તાનથી પરત લાવવામાં આવ્યા છે.